થરાદ-વાવથી વિદ્યાર્થીઓ પ્રવાસ અર્થે દ્વારકા આવ્યા હતાં. આ વિદ્યાર્થીઓએ દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા હતાં. આ દરમિયાન દ્વારકાધીશ મંદિરમાં એક બાળકી અચાનક બેભાન થઇ ગઇ હતી. 108 એમ્બ્યુલન્સ સેવા સમયસર પહોંચી ન શકે તેવી સ્થિતિ હોય બાળકીને તાત્કાલીક સારવારની જરૂર હોય મહિલા પીએસઆઇ અખેડે પોતાની સ્કૂટી પર બાળકીને હોસ્પિટલ પહોંચાડી હતી. આમ ફરજ સાથે માનવતા નિભાવી મહિલા પીએસઆઇએ ખાખીનું ગૌરવ વધાર્યુ હતું.
View this post on Instagram


