Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર સ્પોર્ટ્સ સંકુલનો ગરમ પાણીનો સ્વિમિંગ પુલ હાલ મેન્ટેનન્સ હેઠળ - VIDEO

જામનગર સ્પોર્ટ્સ સંકુલનો ગરમ પાણીનો સ્વિમિંગ પુલ હાલ મેન્ટેનન્સ હેઠળ – VIDEO

ડિસેમ્બરમાં ફરી કાર્યરત થશે

જામનગર શહેરના ક્રિકેટ બંગલા ખાતે આવેલા સ્પોર્ટ્સ સંકુલમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ આવેલો છે, જે છેલ્લા ઘણા વર્ષોથી રમતગમત પ્રેમીઓ અને સ્વિમિંગના શોખીનો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. પરંતુ હાલ ઠંડીનું આગમન થતાં જ આ સ્વિમિંગ પુલ મેન્ટેનન્સના કામ માટે હાલ બંધ કરવામાં આવ્યો છે.સ્વિમિંગ પુલનું વ્યાપક મેન્ટેનન્સ પુર્ણ થયા બાદ ડિસેમ્બરમ૨ ગરમ પાણીનો સ્વિમિંગ પુલ કાર્યરત થશે.

- Advertisement -

 

- Advertisement -

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને રમતગમત વિભાગ, ગાંધીનગર દ્વારા આ ગરમ પાણીના સ્વિમિંગ પુલનું વ્યાપક મેન્ટેનન્સ કાર્ય હાથ ધરાયું છે, જેમાં પુલની અંદરની ટાઇલ્સ, રૂમ, ફુવારા અને અન્ય ટેકનિકલ ઉપકરણોની રીપેરીંગ કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થવા માટે અંદાજે બે સપ્તાહથી વધુ સમય લાગી શકે છે.

- Advertisement -

આ સ્વિમિંગ પુલ વર્ષ 2022 થી કાર્યરત છે અને દર વર્ષે ઠંડીના દિવસોમાં શહેરના નાગરિકો, ખેલાડીઓ તેમજ બાળકોમાં ખુબ જ લોકપ્રિય રહે છે. અંદાજે 500થી વધુ લોકો નિયમિતપણે સ્વિમિંગ માટે આવતા હોય છે. આ વર્ષે પણ ગરમ પાણીમાં સ્વિમિંગ માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ હાલ મેન્ટેનન્સ કાર્ય ચાલુ હોવાથી સ્વિમિંગ માટેની સુવિધા ઉપલબ્ધ નથી.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ડિસેમ્બર મહિનામાં મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થતાં જ આ સ્વિમિંગ પુલ ફરીથી કાર્યરત કરવામાં આવશે. ત્યાર બાદ શહેરવાસીઓ ફરી એકવાર ગરમ પાણીમાં સ્વિમિંગનો આનંદ માણી શકશે.

સ્પોર્ટ્સ સંકુલના આ સ્વિમિંગ પુલમાં 25 મીટર લંબાઈનો આધુનિક પુલ બનાવવામાં આવ્યો છે. અહીં સવારના 6થી 11 વાગ્યા સુધી અને સાંજે 3થી 8 વાગ્યા સુધી અલગ-અલગ બેચમાં સ્વિમિંગની વ્યવસ્થા છે. તેમાં મહિલાઓ, પુરુષો અને બાળકો માટે અલગ અલગ બેચ રાખવામાં આવ્યા છે જેથી સૌને આરામદાયક અને સુરક્ષિત તાલીમ મળી રહે.

અહીં ત્રણ અનુભવી કોચ અને બે લાઇફગાર્ડ્સની ટીમ સ્વિમિંગ તાલીમ માટે કાર્યરત છે, જે સલામતી સાથે ગુણવત્તાપૂર્ણ માર્ગદર્શન આપે છે.

આ સ્વિમિંગ પુલ જામનગરની રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપતો મહત્વનો કેન્દ્રબિંદુ છે. મેન્ટેનન્સ પૂર્ણ થતાં જ ફરીથી શહેરના ખેલાડીઓ અને સ્વિમિંગ પ્રેમીઓ માટે આ ગરમ પાણીનો પુલ ખુલ્લો મૂકવામાં આવશે, જેથી ઠંડીના દિવસોમાં પણ સ્વિમિંગનો આનંદ માણી શકાય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular