અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ઘોડો ઉશ્કેરાઈ જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિફરેલા ઘોડાએ ધમાલ મચાવી હતી અને લોકોએ તેને કાબુમાં લેવા માટે લાકડીઓ ઉગામી હતી પરંતુ ઘોડો કાબુમાં આવ્યો ન હતો. અશ્વ સવાર અચાનક નીચે ખાબકતા ઘોડાએ તેને ઈજાઓ પણ પહોચાડી હતી. આ સમગ્ર ઘટનાનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
#gujarat #amreli #video #viral #Khabargujarat
અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં વરઘોડામાં ઘોડો વીફર્યો અને ધમાલ મચાવી, વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ pic.twitter.com/v3aLDI5DnW
— Khabar Gujarat (@khabargujarat) December 9, 2021
થોડા દિવસ પહેલા પણ અમરેલીનો જ એક વિડીઓ વાયરલ થયો હતો. જેમાં ઘોડા ખેલાવનારે ઘોડા ઉપરનો કાબુ ગુમાવતા ઘોડો બેકાબૂ બન્યો હતો અને એક વૃદ્ધને અડફેટે લીધા હતા.