જામનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડી દ્વારા તાજેતરમાં વાહનચોરીના કેસમાં ઝડપાયેલાં સીટી-સી યુનિટના હોમગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા હોમગાર્ડઝના સિટી સી યુનિટના હોમગાર્ડ જોગિન્દરસિંહ દિલીપસિંહ ગોહિલને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વાહનચોરીના ગુન્હામાં પકડેલ હોય તેની સામે આઇપીસી એક્ટ 379 મુજબ ગુન્હો નોંધાતા આ ગંભીરતાને ધ્યાને લઈને જિલ્લા કમાન્ડન્ટ સુરેશભાઇ ભીંડી દ્વારા તાત્કાલિક અસરથી કડક કાર્યવાહી કરી જોગિન્દરસિંહ દિલીપસિંહ ગોહિલને હોમગાર્ડઝ દળમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુમાં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટએ જણાવ્યું હતું કે હોમગાર્ડઝ દળ શિસ્તને વરેલી સંસ્થા હોવાથી ગુન્હાહિત માનસ ધરાવતા અને ગેરશિસ્ત વાળા હોમગાર્ડઝને ચલાવી લેવાશે નહી.