Saturday, December 6, 2025
Homeબિઝનેસભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અનેક સાનુકૂળ પરિબળો પાછળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૪.૦૮.૨૦૨૧ ના રોજ…..

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૫૫૫૫.૭૯ સામે ૫૫૬૪૭.૧૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૫૫૩૬.૮૪ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૮૬.૩૮ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૦૩.૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૫૫૯૫૮.૯૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૬૪૯૪.૨૫ સામે ૧૬૫૫૫.૪૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૬૪૯૫.૦૫ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૪૮.૨૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨૧.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૬૬૧૬.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

- Advertisement -

સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત મજબૂતીએ થઈ હતી. વૈશ્વિક સ્તરના મિશ્ર અહેવાલો વચ્ચે ઘરઆંગણે ફુગાવામાં ઘટાડા સહિતના અન્ય સાનુકૂળ પરિબળો પાછળ નીકળેલી નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી તરફી રૂખ આગળ વધી હતી. મહામારીની ત્રીજા તબક્કાની શક્યતા વચ્ચે વૈશ્વિક સ્તરે વાતાવરણ ડહોળાયું હોવા છતાં ઘરઆંગણાના સાનુકૂળ અહેવાલો પાછળ શેરબજારનું મોરલ સુધારા તરફી બની રહ્યું છે. વિવિધ સરકારી પગલાના કારણે અર્થતંત્રમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. તો બીજી તરફ જાહેર થયેલા ફુગાવાના આંકડામાં ઘટાડો જાહેર થતા હાલ તુરંત વ્યાજના દર વધવાની શક્યતા પર બ્રેક વાગી ગઈ છે. આ અહેવાલો પાછળ નીકળેલ નવી લેવાલી પાછળ આજે કામકાજના પ્રારંભિક તબક્કામાં તેજી જોવા મળી હતી.

કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ફફડાટ અને વિશ્વમાં ફરી કોરોનાના કેસો વધી રહ્યાની ચિંતા અને ભારતમાં પણ ડેલ્ટા પ્લસ કોરોનાના કેસો વધી રહ્યાની ચિંતા છતાં ભારતમાં સરકાર દ્વારા આર્થિક વિકાસના પગલાંની  પોઝિટીવ અસર અને  ચોમાસાની પ્રગતિ સાથે દેશને અનલોક અને ઝડપી આર્થિક વિકાસના પંથે લઈ જવાની દિશામાં નિર્ણયોની પોઝિટીવ અસરે ભારતીય શેરબજારોમાં આજે ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૫૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઇટી, ટેક અને એફએમસીજી શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૨૯૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૦૨૬ અને વધનારની સંખ્યા ૨૧૪૯ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૩૧૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૪૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક મોરચે ચાઈનામાં વધતાં અંકુશો અને નિકાસો સહિત પર નિયંત્રણોના પરિણામે એડવાન્ટેજ ભારત હોય એમ ઘણાં ભારતીય ઉદ્યોગો માટે બિઝનેસની મોટી તકો ઊભી થવા લાગી હોઈ કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી-પરિણામો આગામી ત્રિમાસિકમાં વધુ પ્રોત્સાહક નીવડવાના અંદાજોએ ફંડોની ભારતીય એસેટ્સ-શેરોમાં રોકાણમાં અવિરત વધારો થવા લાગ્યો છે. ભારત વિશ્વમાં બીજા ક્રમના સૌથી આકર્ષક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી આવ્યુ છે જે અમેરિકા અને એશિયા પેસિફિક ક્ષેત્ર સહિત અન્ય દેશો દ્વારા ભારતના એક પસંદગીના મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં વધી રહેલા રસને દર્શાવે છે. કુશમાન એન્ડ વેકફીલ્ડના ૨૦૨૧ના ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં આ બાબતનો ઉલ્લેખ કરાયો છે.

ભારત ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૌથી મોટું કારણ ઓપરેટિંગ કન્ડિશન્સ એટલે કે કામકાજની સરળ પદ્ધતિ અને કોસ્ટ કમ્પિટિટિવનેસ છે. આ સાથે જ આઉટસાર્સિંગ આવશ્યકતાઓને પૂરી કરવામાં દેશની સફળતાએ દર વર્ષે રેન્કિંગમાં વૃદ્ધિ કરી છે. કોવિડ -૧૯ની બીજી લહેર દરમિયાન અને ત્યારબાદ ભારતીય મેન્યુફેક્ચરિંગે ભારે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ રિસ્ક ઇન્ડેક્સમાં ચાલુ વર્ષે ભારતનું સ્થાન બદલાયુ છે અને અમેરિકાને પછાડી બીજા ક્રમે આવી ગયો છે, જ્યારે પાછલા વર્ષે ભારત આ યાદીમાં ટોપ-૩માં ત્રીજા ક્રમે હતો. આ યાદીમાં ચીન પ્રથમ નંબરે છે.

તા.૨૫.૦૮.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૨૪.૦૮.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૬૬૧૬ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૬૬૭૬ પોઈન્ટના પ્રથમ અને ૧૬૭૦૭ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૬૫૮૮ પોઈન્ટ થી ૧૬૫૩૫ પોઈન્ટ ૧૬૫૦૫ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૬૬૭૬ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૨૪.૦૮.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૫૭૦૮ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૫૬૩૬ પોઈન્ટ થી ૩૫૫૭૫ પોઈન્ટ, ૩૫૪૦૪ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૩૦૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • કોટક બેન્ક ( ૧૭૦૫ ) :- કોટક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૬૮૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૬૭૦ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૨૩ થી રૂ.૧૭૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૭૩૭ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • અદાણી એન્ટરપ્રાઇઝ ( ૧૪૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૦૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૩૮૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૦ થી રૂ.૧૪૭૪ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • રામકો સિમેન્ટ ( ૯૬૧ ) :- રૂ.૯૪૪ નો પ્રથમ તેમજ રૂ.૯૩૦ ના બીજા સપોર્ટથી સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૯૭૭ થી રૂ.૯૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ભારત ફોર્જ ( ૭૪૨ ) :- ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૭૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૭૨૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ભારતી એરટેલ ( ૬૧૯ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦૬ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ટેલિકોમ સર્વિસ સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૩૩ થી રૂ.૬૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • બાટા ઇન્ડિયા ( ૧૭૦૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફૂટવેર સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૭૩૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૬૯૬ થી રૂ.૧૬૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૭૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • એસ્કોર્ટસ લિમિટેડ ( ૧૩૦૦ ) :- રૂ.૧૩૩૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૩૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૨૮૮ થી રૂ.૧૨૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • ટાટા કેમિકલ ( ૮૩૦ ) :- કોમોડિટી કેમિકલ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૪૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૮૧૮ થી રૂ.૮૦૮ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • બર્જર પેઈન્ટ ( ૭૯૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફર્નિચર, ફર્નિશિંગ, પેઇન્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૮૦૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૭૭૭ થી રૂ.૭૬૦ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૮૧૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • ડાબર ઇન્ડિયા ( ૫૯૨ ) :- ૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૬૧૬ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૫૮૦ થી રૂ.૫૬૫ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૬૩૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular