Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરહાપા યાર્ડમાં એરંડાનો ઐતિહાસિક ભાવ બોલાયો

હાપા યાર્ડમાં એરંડાનો ઐતિહાસિક ભાવ બોલાયો

ખેડૂતોને 20 કિલોના રૂપિયા 1400 મળ્યાં

- Advertisement -

હાપા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાનો ઐતિહાસિક ભાવ બોલાયો હતો. 20 કિલોના રૂા. 1400નો ભાવ મળતાં ખેડૂતમાં ખુશી જોવા મળી હતી.

- Advertisement -

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજરોજ એરંડાનો ઐતિહાસિક ભાવ રહ્યો હતો. જામનગરના ફાચરિયાના ખેડૂત સતિષભાઇ 16 ગુણીનો વકલ એરંડા વેચાણ માટે લાવ્યા હતા. જેમાં 20 કિલોના 1400 રૂપિયા ભાવ હરાજીમાં બોલવામાં આવ્યો હતો. જે અત્યાર સુધીના એરંડાના ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. માર્કેટ યાર્ડમાં ગત વર્ષે મગફળીના એક મણના ભાવ રૂા.1485 હતા. જે ચાલુ વર્ષે 1665 રહયા હતા. માર્કેટ યાર્ડમાં ગત વર્ષે કપાસના એક મણના ભાવ રૂા.1365 હતા. જે ચાલુ વર્ષે 2201 રહયા હતા. માર્કેટ યાર્ડમાં ગત વર્ષે એરંડાના એક મણના ભાવ રૂા.935 હતા. જે ચાલુ વર્ષે 1400રહયા હતા. માર્કેટ યાર્ડમાં ગત વર્ષે જીરૂં ના એક મણના ભાવ રૂા.2735 હતા. જે ચાલુ વર્ષે 3900 રહયા હતા. માર્કેટ યાર્ડમાં ગત વર્ષે અજમાના એક મણના ભાવ રૂા.5000 હતા. જે ચાલુ વર્ષે 7000 રહયા હતા. માર્કેટ યાર્ડમાં ગત વર્ષે ધાણાંના એક મણના ભાવ રૂા. 2190 હતા. જે ચાલુ વર્ષે 3000 રહયા હતા. તેમ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલે જણાવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular