જોડિયા તાલુકાના લખતર ગામે મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી ફોરલાઇન હાઇવે પસાર થઇ રહ્યો હોય, ગામમાં ઉંડ સિંચાઇ વિભાગ ડેમમાંથી હાઇ-વે રોડ બનાવવા માટીનો ઉપયોગ થતો હોય. વજનદાર ટ્રક માટી ભરીને પસાર થતી વખતે ખેડૂતોની વાડીમાં પિયત માટે નાખેલ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતું હોય. આ અંગે ખેડૂતોમાં વિરોધ છવાયો છે અને યોગ્ય વળતરની માગ સાથે વળતર ન મળે ત્યાં સુધી કામકાજ બંધ કરવા રજૂઆત કરાઇ છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના લખતર ગામમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી ફોરલાઇન હાઇવે પસાર થઇ રહ્યો છે. ફોરલાઇન હાઇવે પસાર થતો હોય, મુખ્ય પ્રવેશદ્વાર નજીક બે ધાર્મિક મંદિરો બસ સ્ટેન્ડ અને દુકાન આવેલી છે. આ દુકાનમાંથી પરિવારનો વહીવટ ખર્ચ ચાલતો હોય, આ બધી જગ્યા દૂર કરી ત્યાંથી હાઇવેનો ઓવરબ્રિજ બની રહ્યો છે.
આ તમામની નુકસાનનીનું વળતર આપવામાં આવ્યું નથી. એવામાં ઉંડ સિંચાઇ વિભાગ ડેમ નં. 2માંથી હાઇવે બનાવવા માટે માટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગામના ખેડૂતોની વાડીમાં ઉભા મોલ માટે પિયતની જરુર પડે ત્યારે ડેમમાંથી પાઇપલાઇન નાખી છે. તેની ઉપરથી માટી ભરીને પસાર થતાં ટ્રક પસાર થતાં પાઇપલાઇનમાં ભંગાણ સર્જાઇ છે. તેને રિપેર કરવા ગ્રામજનો દ્વારા હાઇવેના કોન્ટ્રાકટરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતું નથી. જેને લઇ ખેડૂતો અને ગ્રામજનો વિરોધ કરી રહ્યાં છે અને આ અંગે યોગ્ય વળતર ના મળે ત્યાં સુધી કામ બંધ રાખવા રજૂઆત કરી છે.