Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆજે હાપા-મુંબઇ દુરંતો એક્સપ્રેસ ટ્રેન દોઢ કલાક મોડી ઉપડશે

આજે હાપા-મુંબઇ દુરંતો એક્સપ્રેસ ટ્રેન દોઢ કલાક મોડી ઉપડશે

- Advertisement -

સુરેન્દ્રનગર-રાજકોટ સેકશનમાં કનકોટ સ્ટેશને ડબલ ટ્રેકની કામગીરી માટે બ્લોકના લીધે આજે હાપાથી મુંબઇ તરફ જતી દુરંતો ટ્રેન દોઢ કલાક મોડી ઉપડશે. રાજકોટ ડિવિઝનના ડીસીએમ અભિનવ જૈફના જણાવ્યાનુસાર આજે તા. 30 એપ્રિલે હાપાથી સાંજે 7:40 વાગ્યે મુંબઇ જવા રવાના થતી દુરંતો એક્સપ્રેસને કણકોટ સ્ટેશન પર બ્લોકના કારણે રિસેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન હવે સાંજે 7:40 ના બદલે દોઢ કલાક મોડી એટલે કે, 9:10 કલાકે રવાના થશે. જ્યારે રાજકોટ તેના નિર્ધારીત સમય કરતાં સવા કલાક મોડી પહોંચશે. આ ઉપરાંત જામનગરથી ઉપડનારી જામનગર-તિરુનવેલી એક્સપ્રેસ ટ્રેન તથા હાપા-બિલાસપુર એક્સપ્રેસ ટ્રેનને રસ્તામાં 20 મિનિટ રેગ્યૂલેટ કરવામાં આવશે. ફેરફાર કરાયેલા સમયની નોંધ લેવા મુસાફરોને અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular