Tuesday, January 14, 2025
Homeરાજ્યજામનગરમેયર બીનાબેન કોઠારીના હસ્તે હસ્તકલા પ્રદર્શન ખુલ્લુ મૂકાયું

મેયર બીનાબેન કોઠારીના હસ્તે હસ્તકલા પ્રદર્શન ખુલ્લુ મૂકાયું

તા.21 ઓગસ્ટ સુધી સવારે 11 થી રાત્રે 10 સુધી યોજાશે પ્રદર્શન

- Advertisement -

કમિશ્નર, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા પ્રાયોજીત તથા ભારતીય ઉદ્યમીતા વિકાસ સંસ્થા, ગાંધીનગર દ્વારા અમલીકૃત હસ્ત કલા સેતુ યોજના અંતર્ગત જામનગર જિલ્લાનાં રણમલ તળાવ, હસ્તકલા હાટ ખાતે પ્રદર્શનનું ઉદઘાટન જામનગરનાં મેયર બીનાબેન કોઠારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન તા. 21 ઓગસ્ટ સુધી સવારે 11:00 વાગ્યા થી રાત્રે 10:00 વાગ્યા સુધી રહેનાર છે. હસ્તકલા સેતુ યોજના સરકારની મહત્વાકાંક્ષી યોજનાં છે જે અંતર્ગત ભારતીય સંસ્કૃતિની લુપ્ત થતી કલા કારીગરીને ઉજાગર કરવા તથા તેઓને મજુરીકામમાંથી બહાર કાઢી વ્યવસાય તરફ આગળ લઇ જવા માટે સરકારની પહેલ છે.

- Advertisement -

આ ઉદઘાટન સમારોહમાં ડે. મેયર તપનભાઇ પરમાર, સ્ટેંડીંગ કમિટીના ચેરમેન મનિષભાઇ કટારીયા, શહેરા ભાજપ પ્રમુખ વિમલભાઇ કગથરા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં આઇ.પી.ઓ. દર્શીત ભટ્ટ તથા લિડ બેંકનાં પ્રતિનિધી તરીકે તુષાર મહેતાએ અતિથી વિશેષ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમનું આયોજન જી.સી.આઇ.ડી.સી., જામનગર કચેરીનાં ડિ. લિડ જયદેવસિંહ જાડેજા, ડિ. ઇન્ટપ્રેન્યોરશીપ લિડ હેમલ ચૌહાણ, ક્રેડિટ લિન્કેજ એક્સ્પર્ટ કિશન લગારીયા, ડિ. પ્રમોશન એક્સપર્ટ વિષ્ણુકુમાર વાલ્વા તથા ઇ એન્ડ વાય તરફથી સાગર ડોડીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

15 દિવસનાં આ એક્ઝીબીશન કાર્યક્રમમાં જામનગરની કલાપ્રેમી જનતાને પધારવા તથા હસ્ત કલા કારીગરોને પ્રોત્સાહિત કરવા આયોજકો દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular