ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હવે તો ગામડાઓમાં પણ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્રારા એક મહત્વની સુવિધા કરવામાં આવી છે. જે બાળકોના માતા-પિતાનો રીપોર્ટ પોઝીટીવ હોય તેવા બાળકોને અલગ રહેવા માટે સુવિધા ન હોય તો સરકાર તેમની મદદ કરશે. આ અંગે રાજ્યના સમાજ સુરક્ષા વિભાગ દ્રારા પરિપત્ર બહાર પાડીને આદેશ કરવામાં આવ્યો છે.
જે પણ બાળકોના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા હોય અને સારવાર હેઠળ હોય અને બાળકો સંક્રમિત ના થાય તે માટે રાજ્ય સરકારે ચાઈલ્ડ હોમ અથવા તો ગર્લ્સ હોમ તૈયાર કરશે અને આ હોમ માં બાળકોની સારી રીતે સારસંભાળની સુવિધા કરવામાં આવશે. રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં આ સુવિધાઓ અપાશે અને આ હોમ કેર સંભાળવા માટે સંસ્થાઓ પણ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના મા માતા-પિતા બંનેનું અવસાન થયું હોય તો આવા બાળકોની યાદી બનાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ જો બાળકી હોય તો તેમની સાથે સરકારે મહત્વની વ્યવસ્થા કરી છે, બાળકીની મહિલા કર્મચારી સારસંભાળ રાખશે.
રાજ્યમાં કોરોના અંગેની વાત કરીએ તો હાલ 1,46,385 એક્ટિવ દર્દી છે, જે પૈકી 775 લોકો વેન્ટિલેટર પર છે અને 1,45,610 લોકો સ્ટેબલ છે. 5,03,497 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8154 લોકોના મૃત્યુ નીપજ્યા છે.