જામનગરની પુષ્ટિ સંપ્રદાય મોટી હવેલીના ગાદીપતિ પૂ.પા.ગો 108 શ્રી હરિરાયજી મહારાજશ્રીના પુત્ર પૂ.પા.ગો શ્રી વલ્લભરાયજી મહોદય શ્રી ના દ્વિતીય આત્મજ ચિ.પૂ.પા.ગો. શ્રી પ્રેમાર્દ્રરાયજી (ચિ.શ્રી પીતાંબરજી) તથા દોહિત્રો અ.સૌ રૂચીરાજા-બેટીજી તથા અખિલેશજી ચક્રવર્તીના સુપુત્ર ચિ અભિનવકુમારજી અ.સૌ. નીલમરાજા-બેટીજી તથા ચંદ્રમોહનજી શર્માના સુપુત્ર ચિ દક્ષકુમારજી તેમજ અ.સૌ. હેમાંગીરાજા-બેટીજી તથા મનીષજી કરંજીના સુપુત્ર ચિ આયુષકુમારજીનો શુભ યજ્ઞોપવિત પ્રસંગ અંતર્ગત સોમવારે ગણેશસ્થાપન અને હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મંગળવારે સવારે કુલદેવતા સ્થાપન અને વૃધ્ધ સભાનું તથા સાંજે બીનેકી એટલે કે પ્રોસેસન મેહુલનગર ટેલીફોન એકસચેંજ પાસેથી શરૂ થઈને કૃષ્ણનગર મેઈન રોડ, બ્રાહ્મણ બોર્ડીંગ, જેકુરબેન સોની ક્ધયા વિદ્યાલય, જનતા ફાટકથી એરફોર્સ ગેઈટ થઇ સત્યમ કોલોની રોડ પર થઈને શ્રીજી મેરેજહોલ પાછળના મેદાને સંપન્ન થઈ હતી. ઉપરાંત બુધવારે સવારે યજ્ઞોપવિત સંસ્કાર વિધિ યોજવામાં આવી હતી તેમ યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ અને જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ વજુભાઈ પાબારીની યાદીમાં જણાવાયું હતું.