Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરમહાકુંભનો ભવ્ય શુભારંભ

મહાકુંભનો ભવ્ય શુભારંભ

પ્રથમ સ્નાનમાં 60લાખ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી,20 દેશોથી ભક્તો આવ્યા,60હજાર જવાન ખડેપગે

- Advertisement -

મહાકુંભનો શુભારંભ થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાનું પ્રથમ સ્નાન છે. આ પ્રસંગે 1 કરોડ ભક્તો સંગમમાં સ્નાન કરશે. દર કલાકે 2 લાખ લોકો સંગમ ઘાટે સ્નાન કરી રહ્યા છે. ભક્તો આજથી જ 45 દિવસના કલ્પવાસનો પ્રારંભ કરશે. સંગમ ઘાટ સહિત લગભગ 12 કિમી વિસ્તારમાં સ્નાનઘાટ બનાવવામાં આવ્યા છે. સંગમમાં પ્રવેશના તમામ માર્ગો પર ભક્તોની ભીડ છે. મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે ભક્તો 10-12 કિલોમીટર ચાલીને સંગમ પહોંચે છે. 144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગમાં મહાકુંભ યોજાઈ રહ્યો છે. સીએમ યોગીએ પોષ પૂર્ણિમાની શુભેચ્છા પાઠવી. ગૂગલે પણ મહાકુંભને લઈને એક ખાસ ફીચર શરૂ કર્યો છે. મહાકુંભ ટાઈપ કરતાની સાથે જ પેજ પર વર્ચ્યુઅલ ફૂલોનો વરસાદ થઈ રહ્યો છે. એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સની પત્ની લોરેન પોવેલ જોબ્સ પણ મહાકુંભમાં પહોંચ્યા છે. તેમણે નિરંજની અખાડામાં ધાર્મિક વિધિઓ કરી હતી. તેઓ કલ્પવાસ પણ કરશે. શહેરી વિકાસ મંત્રી એ.કે.શર્માએ મહાકુંભમાં આવનાર ભક્તોનું પુષ્પહાર કરીને સ્વાગત કર્યું હતું. શહેર અને સંગમ વિસ્તારને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી. આ પહેલા પ્રયાગરાજ નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડ ચોકથી સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી. યુપી ડીજીપી પ્રશાંત કુમારે કહ્યું- મહાકુંભ 2025ની શરૂઆત આજે સવારે સ્નાન સાથે થઈ છે. લગભગ 60 લાખ લોકોએ તેમાં ડૂબકી લગાવી છે. આ વખતનો કુંભ આસ્થા અને આધુનિકતાનો સંગમ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular