લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ની પ્રારંભિક જાહેર ઓફર (IPO)ના કદમાં 40 ટકાનો ઘટાડો થઈ શકે છે, બ્લૂમબર્ગેના અહેવાલ અનુસાર સરકાર તેનું કદ રૂ. 55,000-60,000 કરોડથી ઘટાડીને રૂ. 30,000 કરોડ કરવાનું વિચારી રહી છે. અને આ સપ્તાહમાં IPOના સમય અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. સરકાર મે સુધીમાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન (LIC) ની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની વિચારણા કરી રહી છે.
સરકાર પાસે માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે નવા પેપર્સ ફાઈલ કર્યા વિના એલઆઈસી આઈપીઓ લોન્ચ કરવા માટે 12 મે સુધીનો સમય છે અને જો તે તેની પાસે ઉપલબ્ધ 12 મેની વિન્ડો ચૂકી જાય, તો એલઆઈસીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો આપતા સેબી પાસે નવા પેપર્સ ફાઈલ કરવા પડશે અને અપડેટ પણ કરવું પડશે.
દેશની સૌથી મોટી વીમા કંપનીના 31.6 કરોડ શેરના વેચાણનું મૂળ આયોજન માર્ચ માટે કરવામાં આવ્યું હતું પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધે તેને મુલતવી રાખ્યું હતું. આ ઈસ્યુ તેની ઓફરના 35 ટકા રિટેલ રોકાણકારો માટે, 10 ટકા પોલિસીધારકો માટે અને પાંચ ટકા એલઆઈસી માટે અનામત રાખશે.
LIC IPO ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજપત્રીય ડિવેસ્ટમેન્ટની આવકમાં મોટો હિસ્સો આપશે. સરકારે 2022-23 માટે રૂ. 65,000 કરોડની ડિવેસ્ટમેન્ટ રસીદનો અંદાજ મૂક્યો છે, જે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 13,531 કરોડ હતો.