Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતલવ-જેહાદ : હાઇકોર્ટના મનાઇ હુકમ સામે સુપ્રિમમાં જશે સરકાર

લવ-જેહાદ : હાઇકોર્ટના મનાઇ હુકમ સામે સુપ્રિમમાં જશે સરકાર

- Advertisement -

રાજય સરકાર દ્વારા પાસ કરાયેલા લવજેહાદ કાયદાની અમુક કલમ ઉપર ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમલવારી સામે આપવામાં આવેલા મનાઇ હુકમને રાજય સરકાર સુપ્રિમકોર્ટમાં પડકારશે. તેવી જાણકારી રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આપી છે.

નામ બદલી- અટક બદલી -હાથે નાડાછડી બાંધી, હિંદુ ધર્મના પ્રતિકોનો ખોટો દુરુપયોગ કરી, ખોટી લાલચો આપી, છેતરીને બહેન- દીકરીઓને લગ્ન કરવા ફસાવવાના હીન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં તેમ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાતા આ મનાઈ હુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે. કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દીકરીઓને સુરક્ષિત કરવાના મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દીકરીઓ સાથે દુવ્ર્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું છે. ખોટા હિંદુ નામ ધારણ કરી, હિંદુ ચિહ્નો ધારણ કરી, લોભ-લાલચ કે પ્રલોભનથી ફસાવીને બહેન-દીકરીઓ સાથે વિશ્ર્વાસઘાત કરીને કરવામાં આવતા લગ્નો ઉપર રોક લગવવાના શુભ ઇરાદાથી રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ શસ્ત્ર ઉગામીને બહેન દીકરીઓને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવેલ આ કાયદો એ પોલિટિકલ એજન્ડા નહી પણ દુવ્ર્યવહાર પ્રત્યેની વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનો સનિષ્ઠ પ્રયાસ છે. બહેન-દીકરીઓને ફસાવવાના આ હીન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાતા આ મનાઈ હુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular