Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતરખડતાં ઢોર, ઓનલાઇન જુગાર સામે નવા કડક કાયદા લાવશે સરકાર

રખડતાં ઢોર, ઓનલાઇન જુગાર સામે નવા કડક કાયદા લાવશે સરકાર

હાઇકોર્ટમાં સુનાવણી દરમ્યાન સરકારે કહ્યું તૈયાર છે કાયદાનો મુસદ્ો : આગામી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે ખરડો

- Advertisement -

ને ટેબલેટ જેવા ઉપકરણોથી રાજ્યનો યુવાધન વિવિધ ગેમ અને ઓનલાઈન જુગાર જેવી રમતોમાં ધેકેલાયો છે. ત્યારે આ બાબતને અંકુશમાં લેવા માટેનું મહત્વનું વિધેયક વિધાનસભા ગૃહમાં સરકાર દ્વારા લવાશે. આ ઉપરાંત રખડતાં ઢોરોના ત્રાસ માંથી નાગરિકોને મુક્ત કરાવવા માટે પણ આકરા કાયદાની જોગવાઈ સાથેનું વિધેયક ગૃહમાં લવાશે. અને આ માટે સંલગ્ન વિભાગો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

- Advertisement -

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં કાયદો સુરક્ષા મજબૂત કરવાના મહત્વના કેટલાક વિધેયક પસાર કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે આગામી બે માર્ચથી શરૂ થનારા બજેટસત્રમાં ગુજરાત સરકાર દ્વારા નવા કાયદા અને હયાત કાયદાના કેટલાક સુધારા વિધેયકો રજૂ કરવા માટે કવાયત શરૂ કરી છે. ત્યારે આગામી વિધાનસભાના બજેટ સત્રમાં ઓનલાઈન જુગાર જેવી વિવિધ રમતો ઉપર અંકુશ લાદવા નું ખાસ વિધેયક વિધાનસભા ગૃહમાં ભાજપ સરકાર દ્વારા લવાશે.

ઉપરાંત રાજ્યના અલગ-અલગ વિસ્તારોનાં જાહેર માર્ગો તેમજ રોડ રસ્તા ઉપર રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ માટેનું નિયંત્રણ કરવા માટેનું ખાસ વિધેયક પણ વિધાનસભા સભાગૃહમાં રજૂ કરવામાં આવશે.સાથે સાથે મોલ સિનેમા જેવા જાહેર સ્થળોએ મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોલીસ વિભાગ ઍક્સેસ કરી શકે તેની સત્તા આપતું વિધેયક પણ વિધાનસભામાં રજૂ થશે.

- Advertisement -

જ્યારે રાજ્યના આઠ મહાનગરોના કેટલાક શહેરી વિસ્તારો ઉપરાંત ભરૂચ જેવા અનેક વિસ્તારોમાં લાગુ પાડેલા અશાંતધારા માં કેટલાક સુધારા કરતું વિધેયક લાવવાની દિશામાં સરકાર પ્રયત્ન કરશે.જોકે હાલ આ તમામ વિધેયકોમાં મંત્રીમંડળની મંજૂરી બાદ વિધાનસભા ગૃહમાં રજૂ થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઇ રહી છે.પરંતુ સત્ર પ્રારંભે કાયદા વિભાગ અને સંલગ્ન વિભાગો હાલ વિધેયક ના કાયદા ઉપરાંત તેની જોગવાઈઓ બનાવવા ની દિશામાં દોડતું થઈ ગયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular