Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયસરકારે ટવીટ્રના દેશી વિકલ્પને પ્રમોટ કર્યું

સરકારે ટવીટ્રના દેશી વિકલ્પને પ્રમોટ કર્યું

- Advertisement -

ભારતીય સંદર્ભમાં મેડ ઇન ઇન્ડિયા એપ ‘કૂ’ ખુબ જ વેલ્યૂએબલ અને પાવરફુલ પ્લેટફોર્મ છે. આ એપ ગત્ વર્ષે સરકારની આત્મનિર્ભર ભારત એપ ચેલેન્જમાં વિજેતા જાહેર થઇ હતી.

- Advertisement -

કેન્દ્રીય વાણિજય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ટવીટ્રના આ સ્વદેશી વિકલ્પને ટવીટ્ર પર પ્રમોટ કરી હતી. દેશના ખેડૂત આંદોલનના સંદર્ભમાં ભારત સરકાર અને ટવીટ્ર ના સંચાલકો વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. તે દરમ્યાન સરકારે આ સ્વદેશી એપને પ્રમોટ કરી છે.

કૂ નામની આ એપ 2020ના માર્ચમાં લોન્ચ થઇ હતી. ભારતીય ભાષાઓમાં આ એપ ટવીટ્ર જેવો માઇક્રો બ્લોગીંગનો અનુભવ આપે છે. સરકારના ઇલેકટ્રોનિક તથા આઇટી મંત્રાલય સહિતના સરકારી વિભાગોએ આ સ્વદેશી એપ પર પોતાના એકાઉન્ટ શરૂ કર્યા છે. આ જાણકારી એપના સંચાલકો એ આપી છે.

- Advertisement -

કૂના સંચાલકોએ કહ્યું છે કે, આઇટી મંત્રાલય ઉપરાંત માય ગવર્નમેન્ટ, ડિજિટલ ઇન્ડિયા, ઇન્ડિયા પોસ્ટ, નેશનલ ઇન્ફોર્મેટીક સેન્ટર, કોમન સર્વિસ સેન્ટર, ડિજિલોકર તથા સીબીઆઇસી સહિતના વિભાગો આ એપનો વપરાશ કરે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારની સુચના પછી પણ ટવીટ્ર દ્વારા ખેડૂત આંદોલન સંબંધી 257 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા નથી. જેના પરિણામે ટવીટ્ર તથા સરકાર વચ્ચેનો ઝઘડો આગળ વધ્યો છે. આ સ્વદેશી એપ મેસેજ કરવા ઉપરાંત ઓડિયો અને વિડીયો પેટર્નમાં પણ શેર કરવાની સુવિધા આપે છે. આ એપ પર ભારતીય લોકો પોતાની ભાષામાં પોતાના વિચારો પ્રગટ કરવાની સ્વતંત્રતા માણી શકે છે. ભારતીયોનો અવાજ આ પ્લેટફોર્મને મજબૂતી આપશે એમ એપના સંચાલકો કહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular