કોરોના વાયરસના પરિણામે દેશમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિજનોને સહાય આપવા મામલે અનેક પ્રક્રિયાઓ હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને આ મામલે એક મહત્વની જાણકારી આપી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જનાવ્યુ હતું કે કોરોના મૃતકોના પરિવારજનોને વળતર આપવા માટે એક ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવશે.
ગુજરાત સરકાર એક પોર્ટલ બનાવવા જઇ રહી છે, જેમાં ઓનલાઇન અરજી કરી શકાશે. રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું કે જે લોકો ઓનલાઇન અરજી કરવા માગે છે તેઓ આ પોર્ટલ મારફતે અરજી કરી શકશે. અને કલેકટર કચેરીમાં પણ અરજી સ્વીકારી શકાશે.
કોરોના મૃત્યુ મામલે અગાઉ સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું હતું કે એક એવી સીસ્ટમ હોવી જોઈએ કે જ્યાં લોકો વળતર માટે ઓનલાઈન દાવો કરી શકે. બાદમાં સરકાર દ્વારા આ નિણર્ય લેવામાં આવ્યો છે. ઓનલાઈન પોર્ટલ બનતાકલેક્ટર કચેરીઓમાં અરજદારોની લાંબી કતારો નહી લાગે.