Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાશ્મિરમાં પંડિતોનું પલાયન

કાશ્મિરમાં પંડિતોનું પલાયન

સુરક્ષાની ખાતરી છતાં ભયભીત પંડિતોનું સામૂહિક હિજરતનું એલાન : પ્રદર્શનકારી પંડિતોને તેમના કેમ્પમાં બંધક બનાવવામાં આવ્યા: દિલ્હીમાં યોજાઇ રહી છે ઉચ્ચસ્તરિય બેઠક

- Advertisement -

કાશ્મીરમાં ટાર્ગેટ કિલીંગની વધી રહેલી ઘટનાઓને પગલે ભયભીત કાશ્મીરી પંડિતોએ સામૂહિક પલાયન કરવાનું એલાન કર્યું છે. કાશ્મીરી પંડિતોને સમજાવાવના તેમજ તેમને કાશ્મીર ઘાટીમાં જ રોકી રાખવાના સરકારના પ્રયાસો નિષ્ફળ રહયા છે. સુરક્ષાની ખાતરી છતાં ગઇકાલે સાંજે યોજાયેલી બેઠકમાં પંડિતોએ હિજરત કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. પંડિતોની હિજરતના એલાનને પગલે સરકાર એકશનમાં આવી છે. હાલ તૂર્ત પંડિતો ઘાટીમાંથી હિજરત ન કરે તે માટે તેઓને તેમના કેમ્પમાં જ બંધક બનાવી દેવામાં આવ્યા છે. તો બીજી તરફ આતંકી ઘટનાઓને પગલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરિય બેઠક યોજી રહયા છે. જેમાં એનએસએ અજિત ડોભાલ અને રો ના ચીફ પણ ઉપસ્થિત રહ્યા છે. આતંકી ઘટનાઓને નાથવા તેમજ પંડિતોની હિજરતરને રોકવા આ બેઠકમાં કોઇ નકકર પગલા માટે વિચારણા કરવામાં આવી હતી. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધી રહી છે જેના પગલે ત્યાં રહેતા કાશ્મીરી પંડિતો અને હિન્દુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આતંકીઓએ હિન્દુ બેક મેનેજરની ગોળીબાર કરીને હત્યા કરી દીધી હતી. બીજી બાજુ આ ઘટનાઓ બાદ કાશ્મીરી પંડિતો ઘાટીથી સામૂહિક પલાયન કરવાનું એલાન કર્યું છે. એકસાથે પલાયન કરશે.

- Advertisement -

ગુરૂવારે આતંકીઓ દ્વારા બેંક મેનેજર વિજય કુમારની હત્યા કર્યા બાદ કાશ્મીરી પંડિતોએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કાશ્મીરી પંડિતોએ નક્કી કર્યું છે કે, ઘાટીથી જે-જે વિસ્તારોમાં કાશ્મીરી પંડિતો પ્રદર્શન કરી રહ્યા હતા તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે. બેઠકમાં એ પણ કહેવામાં આવ્યું કે, કાશ્મીરમાં રહેતા અલ્પસંખ્યકો સામે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી પરિણામે પલાયન કરવું પડશે. તમામ લોકોને બનિહાની નવયુગ સુરંગની પાસે એકત્ર થવાનું કહેવામાં આવ્યું છે. કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા કેમ્પમાં રહેતા એક પ્રદર્શનકારી રંજન ઝુત્શીએ કહ્યું કે છેલ્લા 22 દિવસથી દરેક લોકો વિરોધ કરી રહ્યા છે. અમારી માંગ છે કે અમને અહીંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવે. વિજય કુમાર અને બુધવારે રજની બાલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જે દિવસે રાહુલ ભટ્ટની હત્યા કરવામાં આવી હતી, તે દિવસે અમે કહ્યું હતું કે અમને અહીંથી સલામત રીતે બહાર કાઢવા જોઈએ. જે રીતે આપણે 1990 માં સ્થળાંતર કર્યું હતું હવે એ રીતે જ બધા પલાયન કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular