Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરકોલેજે જાઉ છું કહી યુવતી લાપતા થઈ ગઈ...!!

કોલેજે જાઉ છું કહી યુવતી લાપતા થઈ ગઈ…!!

- Advertisement -

જામનગર શહેરમાં લાલવાડી જૂના આવાસમાં રહેતી યુવતી કોલેજ જવાનું કહીને ઘરેથી નિકળ્યા બાદ લાપતા થઈ જતાં પરિવારજનો તથા પોલીસ દ્વારા યુવતીની શોધખોળ આરંભી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં લાલવાડી જૂના આવાસ બ્લોક નંબર 4 માં રહેતી શિવાની ધનજીભાઈ પાલાભાઈ જેપાર (ઉ.વ.18) નામની અભ્યાસ કરતી યુવતી ગત તા.30 ના રોજ બપોરના 12 વાગ્યાના અરસામાં ઘરે હરિયા કોલેજ જાઉ છું કહીને નિકળી હતી ત્યારબાદથી યુવતી લાપતા થઈ ગઈ હતી. લાપતા થનાર શિવાની શરીરે મધ્યમ બાંધાની વાને ઉજ્જળી અને પાંચ ફુટ ઉંચાઇ ધરાવતી ગુજરાતી તથા હિન્દી ભાષા જાણતી શિવાનીએ ગ્રે કલરનો ડ્રેસ પહેર્યો છે તેમજ લાપતા થનાર યુવતી અંગે હેકો એન બી સદાદીયા મો.99259 77049 નંબર ઉપર જાણ કરવા તથા સિટી સી ડીવીઝનના 0288-2550805 નંબર ઉપર જાણ કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular