Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારપિતાના ઘરે ન જવું હોવાથી તરૂણીએ દવા ગટગટાવી

પિતાના ઘરે ન જવું હોવાથી તરૂણીએ દવા ગટગટાવી

- Advertisement -

ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં આવેલા ખેતરમાં તરૂણીને તેડી જવા માટે પિતાને જાણ કર્યા બાબતનું મનમાં લાગી આવતા તરૂણીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં મિત્રના ઘરે રોકાવા ગયેલા વૃદ્ધને હૃદયરોગનો હુમલો આવતા રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના અમજરી ગામના વતની રાયસીંગભાઈ કનેસ નામના યુવાનની પુત્રી રાધાબેન કનેસ (ઉ.વ.14) નામની તરૂણી અને તેનો પિતરાઇ બન્ને તેમના વતનમાંથી કોઇને જાણ કર્યા વગર ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામની સીમમાં આવેલા મેઘરાજસિંહ જાડેજાના ખેતરમાં મજૂરી કામ કરતાં હતાં. દરમિયાન રાધાબેનને તેના વતનમાં લઇ જવા માટે પિતાને જાણ કરવામાં આવી હતી. પરંતુ તરૂણીને પિતાના ઘરે જવું ન હોવાથી મનમાં લાગી આવતા ખેતરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ રાધાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા રાયસીંગભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.વી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, રાજકોટ જિલ્લાલના જામકંડોરણા તાલુકાના દડવી ગામમાં રહેતા અને ખેતી કરતા જેરામભાઈ નાથાભાઈ ટીંબડિયા (ઉ.વ.66) નામના વૃધ્ધ છેલ્લા 10 દિવસથી જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખીમાણી સણોસરા ગામમાં રહેતાં તેના મિત્ર વશરામભાઈ સાવલિયાના ઘરે રોકાવા ગયા હતાં. જ્યાં મંગળવારે સવારના સમયે હૃદયરોગનો હુમલો આવતા કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમની તબિયત ગંભીર જણાતા રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પિયુષભાઈ ટીંબડીયા દ્વારા જાણ કરાતા હેકો જી.આઈ. જેઠવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular