Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરલાલપુર તાલુકાના ગોવાણા ગામના પાટીયા પાસેના ખાડાએ યુવતીનો ભોગ લીધો

લાલપુર તાલુકાના ગોવાણા ગામના પાટીયા પાસેના ખાડાએ યુવતીનો ભોગ લીધો

ખંભાળિયાથી ગોંડલ સગાઈમાં જતાં સમયે બે્રક મારતા બાઈક સ્લીપ થયું : પાછળ બેસેલી યુવતીને ગંભીર ઈજા પહોંચતા મોત : બાઈકચાલકને ઈજા : પોલીસે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી

- Advertisement -

લાલપુર – ખંભાળિયા રોડ પર ગોવાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા બાઈક આડે ખાડો આવતા અચાનક બ્રેક મારતા બાઈક પરનું સ્ટીયરીંગ ગુમાવતા સ્લીપ થવાથી પાછળ બેસેલી યુવતીનું શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ગામના નવી પોલીસ લાઈન પાછળ હાઉસીંગ બોર્ડની સામે આવેલા ગાયત્રીનગરમાં રહેતાં પરિક્ષીત ભીખુભાઈ ભટ્ટ નામનો યુવાન ગત તા. 26 ના રોજ સવારના સમયે તેના જીજે-37-બી-4463 નંબરના બાઇક પર તેની બાજુમાં રહેતાં હર્ષાબેન હરીભાઈ ઘેડીયા નામની યુવતી સાથે જામખંભાળિયાથી ગોંડલ સગાઈમાં જતાં હતાં તે દરમિયાન લાલપુર-ખંભાળિયા રોડ પર આવેલા ગોવાણા ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે રસ્તામાં એકાએક ખાડો આવતા અચાનક બાઈકની બે્રક મારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થયું હતું. જેના કારણે પાછળ બેસેલી હર્ષાબેનને માથામાં તથા કપાળમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ બાઈકચાલક પરિક્ષીતને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં હર્ષાબેનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના માતા વ્રજકુંવરબેન હરીભાઇ ઘેડીયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.પી. ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે તજવીજ આરંભી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular