Thursday, January 9, 2025
Homeરાજ્યહાલારખંભાળિયાની યુવતી દ્વારા અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત

ખંભાળિયાની યુવતી દ્વારા અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત

સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

ખંભાળિયાના સીમાણી કાલાવડ ગામના શ્રમિક પરિવારની અપરિણીત યુવતીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાત કરતા સારવાર માટે સૌ પ્રથમ ખંભાળિયા અને ત્યારબાદ જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ મુજબ ખંભાળિયા તાલુકાના સીમાણી કાલાવડ ગામે રહેતા એક શ્રમિક પરિવારની 20 વર્ષની અપરિણીત યુવતી મનીષાબેન હેમતભાઈ કરુએ ગત તારીખ 1 ના રોજ અગમ્યકારણોસર પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેને ખંભાળિયાની હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના માતા રાધુબેન હેમતભાઈ કાનાભાઈ કારુ એ સલાયા મરીન પોલીસને કરી છે. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular