દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં એક રહેતા એક શ્રમજીવી પરિવારની પુત્રી લવ જેહાદનો શિકાર બની હોવાની બાબત ભારે ચર્ચાસ્પદ બની ગઈ છે. ભાણવડમાં એક વિધર્મી શખ્સે બદઈરાદાથી રણજીતપરા વિસ્તારમાં રહેતા હિન્દુ જ્ઞાતિના એક શ્રમજીવી પરિવારની યુવતીને ફોસલાવીને અપહરણ કરાયાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખની છે કે હાલ ખંભાળિયા સહિતના વિસ્તારોમાં લવ જેહાદ સામે જાગૃતિ પ્રદર્શિત કરતી “ધ કેરેલા સ્ટોરી” ફિલ્મ ચાલી રહી છે અને ઠેર ઠેર વિવિધ સંસ્થાઓ તેમજ આગેવાનો દ્વારા મહિલાઓ અને યુવતીઓને આ ફિલ્મ વિનામૂલ્યે બતાવાય છે. ત્યારે ભાણવડ પંથકમાં લવ જેહાદના આ બનાવે ભારે ચકચાર જગાવી છે.