જામનગરમાં સમસ્ત બ્રહ્મદેવ સમાજ ગુજરાતનું મહાસંમેલન યોજાયું હતું. જેમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાતની જામનગર શહેર તથા જિલ્લા અને યુવા ટીમના હોદ્ેદારોની વરણી કરવામાં આવી હતી. આ સંમેલનમાં બ્રહ્મ દેવ સમાજ ગુજરાતના મહા સચિવ મિલનભાઈ શુકલ વિશેષ ઉપસ્થિત રહયા હતાં અને આગામી વિધાનસભામાં તમામ મહાનગરોમાં બ્રાહ્મણોને ટિકિટ આપવાનો હુંકાર કર્યો હતો.
ગઈકાલે જામનગર શહેરમાં કે.વી. રોડ ખાતે આવેલ બ્રહ્મપુરીમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાતના મહાસચિવ મિલનભાઇ શુકલના અધ્યક્ષસ્થાને જામનગરની ટીમનું સંમેલન મળ્યું હતું. આ સંમેલનમાં જામનગર બાર એસોસિયેશનની ચૂંટણીમાં ઉપપ્રમુખ તરીકે નવા ચૂંટાયેલા અશોકભાઈ જોશીનું તેમજ બાર એસોસિયેશન ચૂંટણીમાં વિજેતા પેનલ કમિટીમાં સભ્ય તરીકે ચૂંટાયેલા મૃગેનભાઈ ઠાકરનું અને નેશનલ કરાટે ચેમ્પિયનશીપમાં બે ગોલ્ડ મેડલ મેળવનાર પ્રાન્સુ દિપકભાઈ જોશી સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે બ્રહ્મ દેવ સમાજ ગુજરાતના રાષ્ટ્રીય મહાસચિવ મિલનભાઈ શુકલ એ જણાવ્યું હતું કે, જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર બિઝનેસ ફેર નું આયોજન સમસ્ત બ્રહ્મસમાજ માટે બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા યોજવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં ઓપન સૌરાષ્ટ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે અને સમસ્ત બ્રહ્મસમાજના બટુકો માટે સમુહ જનોઈનું આયોજન કરવામાં આવશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો, બ્રાહ્મણોની અવગણના ના કરે આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય પક્ષો પાસે તમામ મહાનગરોમાં બ્રાહ્મણોને ટિકિટ આપવા માંગણી કરવામાં આવી છે. બ્રહ્મસમાજના લોકોને વિશાળ સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે આગામી વિધાનસભાની ચૂંટણીમાં બ્રાહ્મણોને ટિકિટ આપવા હુંકાર કરવામાં આવ્યો હતો.
આ સંમેલનમાં જામનગરની ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર જિલ્લા ટીમમાં જિલ્લા ટીમ પ્રમુખ તરીકે અજયભાઈ જાની, ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ મહેતા, ઉપપ્રમુખ તરીકે સુનિલભાઈ જોશી, ઉપપ્રમુખ તરીકે વિનુભાઈ જોશી (ધ્રોલ), ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ જાની (જામજોધપુર), મહામંત્રી તરીકે જસ્મિનભાઈ વ્યાસ, મહામંત્રી તરીકે કિશોરભાઈ જોશી ( કાલાવડ), ખજાનચી તરીકે સમીરભાઈ જોશી, મીડિયા ક્ધવીનર તરીકે મેહુલભાઈ મહેતા, સહ ક્ધવીનર તરીકે વિમલભાઈ મહેતાની નિમણૂંક કરાઇ છે.
આ ઉપરાંત બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર શહેર ટીમમાં બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર શહેર ટીમ પ્રમુખ તરીકે કેતનભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે મહેશભાઈ રાવલ, ઉપપ્રમુખ તરીકે દિપકભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે રાજુલભાઈ મહર્ષી, મહામંત્રી તરીકે પ્રજ્ઞેશભાઈ ભટ્ટ, મહામંત્રી તરીકે જયદિપભાઈ રાવલ, સહમંત્રી તરીકે અભયભાઈ ખીરા, સહમંત્રી તરીકે રાજુભાઈ વ્યાસ, સહમંત્રી તરીકે હરીશભાઈ દવે, મિડીયા ક્ધવીનર તરીકે જયેશભાઈ ધોળકીયા, સહમિડીયા ક્ધવીનર તરીકે જયેશભાઈ ત્રિવેદી, સહમિડીયા ક્ધવીનર તરીકે જામ્બાલી રાવલની નિમણૂંક કરાઈ છે તેમજ બ્રહ્મદેવ સમાજ ગુજરાત જામનગર યુવા ટીમમાં પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ તરીકે બીપીનભાઈ લુણાવીયા, ઉપપ્રમુખ તરીકે ધવલભાઈ રાજ્યગુરૂ, ઉપપ્રમુખ તરીકે આદિત્યભાઈ ત્રિવેદી, મહામંત્રી તરીકે મિલનભાઈ ગોર, મહામંત્રી તરીકે જીમીભાઈ ભરાડ, સહમંત્રી તરીકે ઋત્વિજભાઈ ત્રિવેદી, સહમંત્રી તરીકે પ્રણવભાઈ રાવલ, સહમંત્રી તરીકે નમનભાઈ ઓઝા, સહમંત્રી તરીકે શૈલેષભાઈ ભટ્ટ, મિડીયા ક્ધવીનર તરીકે પરેશભાઈ ત્રિવેદી, સહમિડીયા ક્ધવીનર તરીકે મયુરભાઈ શુકલાની નિમણુંક કરવામાં આવી હતી.