જામનગરમાં રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં જાહેરમાં ક્રિકેટ રમી રહેલા એક યુવાન પર તે જ વિસ્તારમાં રહેતા શખ્સે ક્રિકેટની રમતના પ્રશ્ને તકરાર કર્યા પછી માથામાં બેટ ફટકારી દેતા ગંભીર ઈજા થઈ છે. જ્યારે રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં રૂપિયાના છૂટા કરવાના પ્રશ્ને એક પરપ્રાંતિય યુવાન પર હુમલો કરાયો હોવાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, જામનગરમાં રતનબાઈ મસ્જિદ પાસે રહેતાં સૌરવસિંહ અશ્વિનસિંહ રાઠોડ નામના 30 વર્ષના યુવાન પર તેજ વિસ્તારમાં રહેતા મલય મહેન્દ્રભાઈ મહેતા નામના શખ્સે માથામાં બેટ ફટકારી ગંભીર ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં તેને માથામાં 10 ટાંકા લેવા પડયાં હતાં.
આ હુમલાના બનાવ અંગેના કારણમાં એવું જાહેર કરાયું હતું કે, ઈજાગ્રસ્ત ફરિયાદી યુવાન આરોપીના ઘર પાસે ક્રિકેટ રમતો હોવાથી આરોપીને ગમતું ન હોવાના કારણે તકરાર કર્યા પછી બેટ વડે હુમલો કરી દીધો હતો.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે, મૂળ હરિયાણા રાજ્યના વતની અને હાલ રણજીતસાગર રોડ પર ગ્રીન સિટી વિસ્તારમાં રહેતાં હોશિયારસિંહ બાલુસિંહ જાટ નામના 40 વર્ષના પરપ્રાંતિય યુવાન પર જામનગરના વસંતવાટિકા વિસ્તારમાં રહેતા અજય રાજેન્દ્રભાઈ બરછા નામના શખ્સે હુમલો કરી પોલીસ ફરિાયદ કરશે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપ્યાની ફરિયાદ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
જામનગરમાં ક્રિકેટની રમતમાં મામલો બિચકયો
યુવાનના માથામાં બેટ ફટકાર્યુ: ગ્રિનસિટીમાં પરપ્રાંતિય યુવાન ઉપર હુમલો