Friday, December 27, 2024
Homeરાષ્ટ્રીયજબરદસ્ત એન્ટીબોડીથી ભારતમાં ચોથી લહેર ગંભીર નહીં હોય

જબરદસ્ત એન્ટીબોડીથી ભારતમાં ચોથી લહેર ગંભીર નહીં હોય

- Advertisement -

ચીન, હોંગકોંગ અને યુરોપના કેટલાક ભાગોમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસ વચ્ચે ભારતમાં કોરોના મહામારીની નવી લહેર આવશે તો પણ બહુ અસર નહીં થાય એવો દાવો દેશના વિભીન્ન મેડીકલ નિષ્ણાંતોએ કર્યો છે. તેમણે એ પણ સૂચન કર્યું કે હવે માસ્કની અનિવાર્યતામાં પણ છૂટ આપવા માટે સરકારે વિચાર કરવો જોઇએ. તેમણે આના માટેનું કારણ વ્યાપક રસીકરણ અને કુદરતી સંક્રમણથી ઉત્પન્ન થયેલ પ્રતિરોધક ક્ષમતાનું ગણાવ્યુ હતું. દેશમાં દૈનિક નવા કેસ અને મૃતકોની સંખ્યા અત્યંત ઓછી છે એટલે માસ્ક પહેરવા બાબતે કેટલીક છૂટ આપી શકાય છે. એમ્સમાં સીનીયર મહામારી રોગ નિષ્ણાંત ડોકટર સંજય રાયે કહ્યુ કે કોરોના વાયરસ એક આરએનએ વાયરસ છે જેમાં મ્યુટેશન તો થાય જ છે. અત્યાર સુધીમાં હજારથી વધારે મ્યુટેશન થઇ ચૂકયા જેમાંથી પાંચ ચિંતાજનક હતા.ભારતમાં ગયા વર્ષે દુર્ભાગ્યે ભયાનક લહેર જોવા મળી હત જે આજે આપણી મજબૂતિ બની ગઇ છે કુદરતી સંક્રમણ વધારે અને લાંબા સમય માટે રોગ પ્રતિકારક ક્ષમતા આપે છે. ભવિષ્યમાં ગંભીર લહેરની શકયતા નથી, સરકાર માસ્કની અનિવાર્યતામાં છૂટ આપી શકે છે. એનટીએજીઆઇના અધ્યક્ષ ડો.એનકે અરોરાએ કહ્યુ કે મોટાભાગના લોક રસી લઇ ચૂકયા છે, સંક્રમણ પણ વ્યાપક રૂપે ફેલાયુ હતુ એટલે નવી લહરે હવે ગંભીર સ્વરૂપે નહીં આવી શકે. જો કે આપણે સુરક્ષા ઘટાડવી ના જોઇએ કેમ કે નવા વેરીયેન્ટ હજુ પણ આવી શકે છે. અન્ય દેશોના ડેટા જણાવે છે કે રસીના લેનારા અથવા એક જ ડોઝ લેનારાઓમાં ગંભીર સંક્રમણ અથવા મોતનું જોખમ વધારે છે. મહામારી જાહેર આરોગ્ય નિષ્ણાંત ડો.ચંદ્રકાંત લહેરીયાએ કહ્યુ કે હવે કોઇ નવો વેરીયેન્ટ આવે તો પણ ભારતમાં નવી ગંભીર લહેરની શકયતા ઓછી છે. ઓમિક્રોનના મળેલા ડેટાના આધાર પર આપણે માની લેવું જોઇએ કે ભારતમાં મહામારી હવે ખતમ થઇ ચૂકી છે. આપણે પાછલી ત્રણ લહેરમાં કુદરતી સંક્રમણ અને મોટી સંખ્યામાં રસીના ડોઝથી હાઇબ્રીડ રોગ પ્રતિકારક ક્ષમતા મેળવી લીધી છે. સફદરજંગ હોસ્પિટલના ડો.જુગલ કિશોર કહ્યુ કે દેશમાં સીરોપોઝીટીવીટી મોટા પ્રમાણમાં છે જે દર્શાવે છે કે લગભગ 90 ટકા નાગરિકો કોરોનાની ઝપટમાં પહેલા જ આવી ચૂકયા છે. હવે માસ્ક પહેરવાનો નિયમ ચાલુ રાખવો જરૂરી નથી. પ્રાકૃતિક સંક્રમણ આપણને ભવિષ્યમાં નવી લહેરમાં ગંભીર રીતે બીમાર પડવાથી બચાવવાનું કામ કરશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular