રાજ્યના છેવાડાના જિલ્લા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની નયારા એનર્જી લિમિટેડ મહત્વની બની રહી છે. આ કંપનીમાં આગામી સમયમાં પેટ્રોકેમિકલ્સ પ્રોડક્શન શરૂ થશે. નયારા કંપની ખાતે આ પેટ્રોકેમિકલ્સ પ્રોજેક્ટના શિલાન્યાસ પ્રસંગે આગામી શનિવાર તારીખ 20ના રોજ બપોરે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.