Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકાધીશ મંદિર શિખર પરનો ધ્વજદંડ તૂટ્યો : વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું

દ્વારકાધીશ મંદિર શિખર પરનો ધ્વજદંડ તૂટ્યો : વૈકલ્પિક જગ્યાએ ધ્વજારોહણ કરાયું

- Advertisement -
દ્વારકાના જગત મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરવાનો ખૂબ મહિમા છે. દરરોજ અહીં છ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવે છે. જેનું બુકિંગ આશરે 2024 સુધી કરવામાં આવ્યું છે. શિયાળો, ઉનાળો હોય કે ચોમાસું કોઈપણ ઋતુ હોય ત્યારે ધ્વજારોહણ કરનાર ભક્તોની શ્રદ્ધાને માન આપતા અબોટી બ્રાહ્મણ ત્રિવેદી પરિવારના યુવાનો મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કરે છે.
ભગવાન દ્વારકાધીશ પણ ધ્વજારોહણ કરતા આ ત્રિવેદી પરિવારના યુવાનોને સુરક્ષા કવચ પ્રદાન કરે છે. કારણ કે એટલે ઊંચે ધ્વજારોહણ કરવું પણ એક ચેલેન્જ છે. પરંતુ ભગવાન દ્વારકાધીશના શુભ આશિષ હોવાથી આ ત્રિવેદી પરિવારના યુવાનો ધ્વજારોહણ કરવામાં સક્ષમ છે. 150 ફુટ જગતમંદિરના શીખરની ઉંચાઇ આશરે પંદર ફુટના ધ્વજદંડ પર ચડીને ત્રિવેદી પરીવારના યુવાનો ધ્વજારોહણ કરે છે.
આશરે બે વર્ષ પહેલાં ચોમાસામાં દ્વારકાધીશ મંદિર પર વીજળી પડતાં જગતમંદિરના શિખર પર ધ્વજદંડ ક્ષતિગ્રસ્ત થયા બાદ મરમ્મત કાર્ય કરાયું હતું. આજરોજ ધ્વજદંડનો ઉપરનો ભાગ અચાનક તુટી પડતાં ધ્વજદંડ પર ઉપરના ભાગે ધ્વજારોહણ શકય ન બનતાં હાલમાં મરમ્મત કાર્ય ન થાય ત્યાં સુધી વૈકલ્પિક જગ્યાએ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular