30 અપ્રિલ 2022ના રોજ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ થશે. આ દિવસે શનિવાર અને અમાસ પણ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય પોતાની ભ્રમણકક્ષામાં સતત ફરતો રહે છે. પરંતુ જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે આપણે સૂર્યને જોઈ શકતા નથી અને તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે.
આ વખતે સૂર્યગ્રહણ 30મી એપ્રિલે રાત્રે 12:15 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 01મી મેના રોજ સવારે 04:07 વાગ્યે સમાપ્ત થશે. જો કે આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, પરંતુ તે એટલાન્ટિક, એન્ટાર્કટિકા, દક્ષિણ અમેરિકાના દક્ષિણ પશ્ચિમ ભાગ અને પેસિફિક મહાસાગરમાં દેખાશે.
વિદ્વાનો આ દિવસે મંત્ર સિદ્ધિ કે અન્ય સિદ્ધ કાર્ય કરવા માટે આ દિવસને ખાસ પસંદ કરવામાં આવે છે. તેમના મત મુજબ આ દિવસે કરેલ મંત્ર જાપનું ફળ અનેક ગણું મળે છે, દાન, પુણ્યનો મહિમા પણ વિશેષ હોય છે. પંચાંગ અનુસાર આ ગ્રહણ વૈશાખ અમાસે ભરણી નક્ષત્ર અને મેષ રાશિમાં થઈ રહ્યું છે. સૂર્ય અને રાહુની યુતિ દરેક રાશિ માટે ગ્રહણ યોગ બનાવશે જે દરેક વ્યક્તિના જીવનને પ્રભાવિત કરશે. પંચાંગ અનુસાર આ દિવસે સૂર્ય, ચંદ્ર અને રાહુનો સંયોગ મેષ રાશિમાં થશે.વર્ષનું પ્રથમ ગ્રહણ ભારતમાં દેખાશે નહી. આ આંશિક ગ્રહણ માનવામાં આવે છે. માટે ગ્રહણ દરમિયાન સુતક કાળ માન્ય રહેશે નહીં.