અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવી રહેલા ગેમ શો કોન બનેગા કરોડપતિ 13નું પ્રીમિયર 23 ઓગસ્ટે થયું હતું. શોને 13મી સિઝનના પ્રથમ કરોડપતિ મળી ગયા છે. કેબીસી 13ના પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે, એક દિવ્યાંગ કન્ટેસ્ટેન્ટ હિમાની બુંદેલાએ એક કરોડ રૂપિયા માટે પૂછાયેલા સવાલનો સાચો જવાબ આપ્યો છે. તે સાત કરોડ રૂપિયાના છેલ્લા સવાલનો સામનો કરતી નજરે પડી રહી છે. પાછલી સિઝનમાં કેબીસીને ચાર કરોડપતિ મળ્યા હતા અને તે તમામ મહિલા હતી. હવે તે જોવું રસપ્રદ બની રહેશે કે કેબીસીની 13મી સિઝનને કેટલા કરોડપતિ મળશે.