Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયભારતમાં 40 કરોડ લોકો લઇ ચૂકયા રસીનો પ્રથમ ડોઝ

ભારતમાં 40 કરોડ લોકો લઇ ચૂકયા રસીનો પ્રથમ ડોઝ

- Advertisement -

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 41,157 કેસો સામે આવ્યા છે. જ્યારે કુલ કેસોની સંખ્યા વધીને 3.11 કરોડે પહોંચી ગઇ છે. બીજી તરફ રસીકરણ અભિયાન પણ ઝડપી બનાવી દેવાયું છે. અગાઉ ભારતે ઓછા સમયમાં રસી આપવા મુદ્દે અમેરિકાને પાછળ રાખી દીધુ હતું જ્યારે સૌથી વધુ લોકોને રસી આપવા મુદ્દે ચીન બાદ બીજો દેશ બન્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાની રસીના 40 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જે સાથે જ ચીન બાદ સૌથી વધુ લોકોને રસી આપવા મુદ્દે ભારત બીજા ક્રમે પહોંચી ગયો છે જ્યારે પ્રથમ ક્રમે ચીન છે. ચીન અને ભારત સિવાય કોઇ પણ દેશે આટલી મોટી સંખ્યામાં રસીના ડોઝ નથી આપ્યા. છેલ્લા એક દિવસમાં જ ભારતમાં કોરોનાની રસીના 51 લાખથી વધુ ડોઝ આપવામા આવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular