રાજકોટ જીલ્લાના ધોરાજીમાં લવજેહાદનો પ્રથમ ગુન્હો નોંધાયો છે. પરણિત મુસ્લિમ યુવકે યુવતીને પોતાની ચાલમાં ફસાવી તેણીના લગ્ન થયા ન હોવાનું જણાવી સોશિયલ મીડિયામાં ધાર્મિક કલમા (શ્લોક) મોકલી રૂબરૂમાં મળી મૌલવી પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લે તેવી ધમકી આપીને માનસિક ત્રાસ આપતા ધોરાજી પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધોરાજીમાં રહેતી હિંદુ યુવતીના પરિવારે ધોરાજી પોલીસ દફતરમાં નોંધાવેલ ફરિયાદ મુજબ પરણિત મુસ્લિમ યુવકે પોતાના લગ્ન થયા હોવાનું છુપાવી યુવતીને મુસ્લિમ ધર્મનો અંગીકાર કરવા માટે માનસિક દબાણ કર્યું હતુ. ધોરાજીના રાધાનગરમાં રહેતો મોહમદ ઉર્ફે ડાડો ગની સમા પરિણીત હોવા છતાં તેણે પોતાના લગ્ન ન થયાનું જણાવી યુવતી ને ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યા હતા. અને યુવતીને માનસિક દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવતીના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા ધોરાજી પોલીસે મોહમદ સમા વિરૂદ્ધ આઇપીસી 376(2)એન, 506(2), ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સૂધારો) અધિનિયમ-2021ની કલમ 4 મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.