Tuesday, December 24, 2024
Homeરાજ્યપીપરટોડામાં ઘાસના ડેપોમાં લાગેલી આગ ત્રણ દિવસે કાબુમાં આવી

પીપરટોડામાં ઘાસના ડેપોમાં લાગેલી આગ ત્રણ દિવસે કાબુમાં આવી

- Advertisement -

જામનગર વન વિભાગ હેઠળની લાલપુર રેન્જના પીપરટોડા ઘાંસ ડેપો ખાતે તા.1લી મે ના રોજ બપોરે 15:30 કલાકના સુમારે જોરદાર પવન સાથે વરસાદ તથા વીજળી પડી હતી. જેમાં સમગ્ર પંથકમાં પણ ત્રણ-ચાર સ્થળોએ વીજળી પડી હતી.

- Advertisement -

આ વેળાએ ડેપો ખાતે પ્લેટફોર્મ નં,1 પર અંદાજે 3,46,924 કિ.ગ્રા. ઘાસની 4518 ગાંસડી ગોઠવેલ હતી જેની કીમત રૂ. 31,22,316 રૂપિયા થાય છે. તેના પર વીજળી પડતા આ તમામ ઘાસ બળીને ખાખ થઇ ગયું હતું. ડેપોના ચોકીદાર જયેન્દ્રસિંહ વાઢેરે તા.1લી મે ના રોજ આશરે 15:30 કલાકે જોરદાર પવન અને કરા સાથેનો વરસાદ તેમજ ઘાંસ ડેપોના પ્લેટફોર્મ નં.1 પર વીજળી પડયાની ટેલીફોનીક જાણ આર.એફ.ઓ એમ.ડી બડીયાવદરને કરી હતી. બાદમાં તમામ સ્ટાફ અને એકત્રિત થયેલા ગામલોકો આગ બુઝાવવાના પ્રયાસોમાં લાગ્યા હતા. દરમ્યાન નાયબ વન સંરક્ષક જામનગર આર.બી.પરસાણાને બનાવની માહિતી મળતા તેઓ તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમ્યાનમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સંપર્ક કરી વિવિધ અગ્નિશામક ટીમોને ઘટનાસ્થળે બોલાવી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.હાલ આગ લાગવાની ઘટનાને 42 કલાકથી વધુનો સમય વિતીગયો છે. અને આગને સંપૂર્ણ કાબુમાં લઈ ડેપો ખાતેના અન્ય પ્લેટફોર્મ પ્રભાવિત ન થાય તે માટેના પ્રયત્નો સફળ નીવડ્યા છે.ઘટનાની ગંભીરતાને ધ્યાનને લઇ જૂનાગઢથી મુખ્ય વન સંરક્ષક શ્રી ડો. કે. રમેશે પણ સ્થળની મુલાકાત લીધી હતી અને સમગ્ર ટીમો અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

આ સમગ્ર ઘટના દરમ્યાન જામનગર જીલ્લા વહીવટીતંત્રનો સહકાર તેમજઆસપાસમાં આવેલા ઉદ્યોગગૃહના અગ્નિશામક ટીમોની પ્રસંશનીય કામગીરીએ વધુ મોટા નુકશાનમાંથી ઉગારી લેવામાં અગત્યની કામગીરી કરી હતી.અંત્રે ઉલ્લેખનીય છે કે જા.મ્યુ.કો ઉપરાંત જામજોધપુર ન.પા. રિલાયન્સ, એસ્સાર, ન્યારા,ભારતીય વાયુસેના,ભારત ઓમાન રીફાઈનરી, દિગ્વિજય સિમેન્ટ, G.S.E.C.L.વગેરેની અગ્નિશામક ટીમો દ્વારા પ્રસંશનીય ભૂમિકા અદા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular