Friday, January 9, 2026
Homeરાજ્યજામનગરસાંસદ ખેલ મહોત્સવ 2025ના અંતિમ ચરણનું આયોજન

સાંસદ ખેલ મહોત્સવ 2025ના અંતિમ ચરણનું આયોજન

સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ જામનગર, દ્વારકા લોકસભા ક્ષેત્રમાં આયોજન : તા. 18 થી 25 ડિસેમ્બર સુધી અંતિમ ચરણ : તા. 25ના વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમાપન સમારોહ

સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રમાં ઐતિહાસિક સાંસદ ખેલ મહોત્સવ 2025ના અંતિમ ચરણનું તા. 18 થી 25 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યું છે. તા. 25ના વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાશે.

- Advertisement -

12-જામનગર લોકસભા ક્ષેત્રમાં જામનગર-દેવભૂમિ દ્વારકા ઉપરાંત મોરબીના આમરણ ચોવીશી વિસ્તારના ગ્રામ્યકક્ષાએ યોજાયેલા આ મહોત્સવમાં અઢી લાખ જેટલા યુવા ભાઇ બહેનોએ ફીટ ઇન્ડીયાના દર્શન કરાવીને મહામહોત્સવ બનાવ્યો છે. આ ખેલ મહોત્સવ દરમ્યાન હાલારના બંને જિલ્લાઓમાંથી પ્રતિભાઓ ઉભરી આવી હોય આગામી કોમનવેલ્થ ગેમ્સમાં હાલારભરના સ્થાનીક ખેલાડીઓ જોવા મળશે તેવી આ રમત ગમત હરીફાઇને જબરી લોકપ્રિયતા મળી રહી છે.

જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રમાં સંસદસભ્ય પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ યુવા શક્તિને રમતગમત સાથે જોડવા હેતુસર સાંસદ ખેલ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

આ ખેલ મહોત્સવનું તારીખ 18 થી 25 ડિસેમ્બર 2025 દરમ્યાન અંતિમ ચરણની રમતોનું આયોજન થયું છે અને આ મહોત્સવનું આયોજન ગ્રામ્યકક્ષા, નગરકક્ષા, મહાનગર ઝોનકક્ષા, તાલુકાકક્ષા તથા જિલ્લાકક્ષાએ કરવામાં આવ્યુ છે. જેથી દરેક સ્તરના ખેલાડીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સમાન તક મળી રહે. તેમજ આ મહોત્સવ અંતર્ગત દોડ, સંગીત ખુરશી, કબડ્ડી, ખો-ખો, નારગોલ, રસા ખેંચ, વોલીબોલ, બાસ્કેટબોલ, કુસ્તી તથા ક્રિકેટ જેવી વિવિધ રમતો યોજાઇ રહી છે. આ મહોત્સવ દ્વારા ખેલ ભાવના, શિસ્ત, ટીમવર્ક અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન મળ્યુ છે અને જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા ક્ષેત્રના તમામ ખેલાડીઓ અને રમતપ્રેમીઓએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. ખાસ કરીને નોંધપાત્ર બાબત એ છે કે, આ મહોત્સવ માટે અઢી લાખ જેટલી રેકર્ડ બ્રેક એન્ટ્રી થતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાઓમાં વિવિધ સ્થળોએ યોજાયેલો મહોત્સવ મહામહોત્સવ બની રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રની યુવા શક્તિના ઉજાગરનો અને પ્રતિભા નીખરી આવે તેવો દીર્ઘતાભર્યો હેતુ સિદ્ધ કરનારા આ 12-જામનગર લોકસભા ક્ષેત્રના “સાંસદ ખેલ મહોત્સવ” નવી બુલંદી પ્રાપ્ત થઇ હોઇ તેમજ કેન્દ્ર સરકારના રમત ગમત મંત્રી મનસુખભાઇ માંડવિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારતની જેમ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના યુવા ભાઇ બહેનોએ થનગનાટપૂર્વક ભાગ લીધો હોઇ આ મહોત્સવ ઐતિહાસિક અને યાદગાર બની રહ્યો છે.

- Advertisement -

“ફીટ ઇન્ડીયા” સાર્થક કરતા આ મહામહોત્સવનો ભવ્ય સમાપન સમારોહ આગામી તારીખ 25ના જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીની વર્ચુઅલી ઉપસ્થિતિમાં યોજાનાર છે. તે માટે ભાગ લેનાર ખેલાડીઓમાં અત્યારથી જ ભારે રોમાંચ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનિય છે કે, ખેલદીલી,શિસ્ત અને સુઝબુઝ સાથે ભાગ લેનાર અઢી લાખ યુવાઓ માટે 12-જામનગર લોકસભા ક્ષેત્રનો આ “સાંસદ ખેલ મહોત્સવ-2025” અનેક નવા આયામો સાથે વ્યક્તિત્વના સર્વાંગી વિકાસ જીવનની ઉંચાઇઓને આંબવા સમાન આયોજન બની રહ્યુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular