Monday, December 30, 2024
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં રમાશે IPL 2021ની ફાઇનલ

અમદાવાદમાં રમાશે IPL 2021ની ફાઇનલ

- Advertisement -

ઇન્ડિયન પ્રિમીયર લીગ 2021ની ફાઇનલ સીઝન ભારતમાં રમાશે. હાલ મળતી માહિતી પ્રમાણે ક્રિકેટ રસિયાઓ માટે ખુશીના સમાચાર આવી રહયા છે. સૂત્રોના જણાવ્યાનુસાર આઇપીએલ 2021 સીઝનની પ્લે ઓફ અને ફાઇનલ મેચ અમદાવાદમાં વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમાં યોજાઇ શકે છે.

- Advertisement -

મુંબઇમાં જે રીતે કોરોના વધી રહ્યો છે તેને જોતાં આ નિર્ણય લેવાયો છે. સાથો-સાથ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની ક્ષમતા અને તેમાં રહેલી વધારે પીચ આઇપીએલ અમદાવાદમાં રમવા માટે મુખ્ય કારણ છે. તો આઇપીએલ 2021ની લીગ કક્ષાની મેચ દેશના ત્રણ શહેરોમાં રમાડવા માટે ચર્ચાઓ ચાલી રહી છે. આ શહેરમાં હૈદ્રાબાદ, બેંગલુરૂ અને કોલકત્તા મુખ્યસ્થાને છે. જો કે, મુંબઇમાં પણ મેચના આયોજન માટે વિચારણા છે. પરંતુ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને મુંબઇમાં મેચ રમાડવી કે નહીં તેનો નિર્ણય હજુ સુધી લેવાયો નથી. ઉલ્લેખનિય છે કે, આઇપીએલની ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સાન સહમાલિક પાર્થ જિંદાલએ થોડાક દિવસ પહેલાં જ કહ્યું હતું કે, આઇપીએલની 2021ની લીગ સ્ટેજના તમામ મેચ મુંબઇ અને ત્યારબાદ નોકઆઉટ સ્ટેજની મેચ અમદાવાદમાં યોજાઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular