Saturday, December 21, 2024
Homeરાષ્ટ્રીયલોકસભા ચૂંટણી પહેલા દેશમાં ફિલગુડ ફેકટર

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં ફિલગુડ ફેકટર

દેશના અર્થતંત્રએ પકડી બૂલેટ ટ્રેનની ગતિ : વિદેશી રોકાણકારો માટે ભારત સૌથી આકર્ષક અર્થતંત્ર : શેરબજારમાં ઐતિહાસિક તેજી-માત્ર 3 દિવસમાં રોકાણકારોની વેલ્થમાં 8.55 લાખ કરોડનો વધારો

- Advertisement -

આગામી એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા દેશમાં ફરી એક વખત ફિલગુડ ફેકટર છવાયું છે. દેશનું અર્થતંત્ર રોકેટ ગતિએ વિકસી રહ્યું છે. દેશના વિદેશી હુંડિયામણમાં 2.82 અબજ ડોલરનો વધારો થયો છે. તો શેરબજારમાં રોકાણકારોની સંપત્તિમાં માત્ર 3 દિવસમાં સાડા આઠ લાખ કરોડનો વધારો થયો છે. વૈશ્ર્વિક રેટીંગ એજન્સીઓ પણ ભારતમાં વિકાસ દરનો અંદાજ વધારી રહ્યાં છે. તેમજ રોકાણ માટેની સલાહ આપી રહ્યાં છે. ભારતીય રિઝર્વ બેંક દેશમાં મોંઘવારીને કાબુમાં રાખવામાં સફળ રહી છે. તો બીજીતરફ જીડીપી ગ્રોથને પણ જાળવી રાખ્યો છે. ભારત સમગ્ર વિશ્ર્વમાં એક ઉભરતાં અર્થતંત્ર તરીકે ઉપસી રહ્યું છે. ત્યારે 2004ની જેમ ફરી એક વખત સત્તાપક્ષ ભાજપા માટે ફિલગુડ ફેકટરનો અનુભવ થઇ રહ્યો છે.

- Advertisement -

ભારતીય શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો છે.સેન્સેકસ-નીફટી સહીત વિવિધ ઈન્ડેકસ નવા-નવા શિખરને સર કરી રહ્યા છે. ત્યારે આ તેજી હજુ કેટલી ચાલશે? કે કરેકશન આવશે? સહીતના સવાલો બ્રોકરોથી માંડીને ઈન્વેસ્ટરોના મનમાં ઉદભવવા લાગ્યા છે. જયારે કેટલાંક માર્કેટ એકસપર્ટ એવો દાવો કરી રહ્યા છે, કે તેજીનું આ માત્ર ટ્રેલર છે અને ‘ગ્રાંડ ફીનાલે’ હજુ બાકી છે.

શેરબજારનો સેન્સેકસ શુક્રવારે ઈતિહાસમાં પ્રથમ વખત 71000 ને પાર થયો હતો 969 પોઈન્ટના ઉછાળાથી 71483.75ના રેકોર્ડ સ્તરે બંધ આવ્યો હતો.ઈન્ટ્રા-ડે 1091 પોઈન્ટનો ઉછાળો સુચવતો હતો જે પછી આંશીક નીચો આવ્યો હતો.

- Advertisement -

શુક્રવારે એક જ દિવસમાં ઈન્વેસ્ટરોની સંપતીમાં 2.76 લાખ કરોડનો વધારો થયો હતો. ચાલુ સપ્તાહની વાત કરવામાં આવે તો પાંચ દિવસમાં ઈન્વેસ્ટરોને 8.55 લાખ કરોડની કમાણી થઈ છે.

જયારે ચાલુ મહિનામાં રોકાણકારોની સંપતિમાં 22 લાખ કરોડનો વધારો થયો છે. મુંબઈ શેરબજારમાં લીસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ 357.78 લાખ કરોડે પહોંચ્યું હતુ. શેરબજારની પ્રવર્તમાન વિક્રમી તેજી પાછળ અનેક લોકલ તથા વૈશ્ર્વીક પરિબળો કારણરૂપ ગણવામાં આવી રહ્યા છે.

- Advertisement -

ઘરઆંગણે રાજકીય સ્થિરતા તથા આર્થિક વિકાસદર મોટા પોઝીટીવ પરિબળ બન્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જબરજસ્ત વિજયના આધારે એવી દ્રઢ આશા વ્યકત થવા લાગી હતી કે લોકસભાની આગામી ચૂંટણીમાં પણ ભાજપ સરળતાથી જીત મેળવી જશે અને દેશમાં રાજકીય સ્થિરતા રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular