Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસ્વામિનારાયણનગરમાં ખાડાઓનું સામ્રાજ્ય, લત્તાવાસીઓ પરેશાન

સ્વામિનારાયણનગરમાં ખાડાઓનું સામ્રાજ્ય, લત્તાવાસીઓ પરેશાન

સ્મશાન ગૃહ પાછળથી સ્વામિનારાયણનગર તરફ જવાના માર્ગ પર ખાડાઓમાં પાણી ભરાતા કાદવ-કિચડ : વાહનચાલકો તથા રાહદારીઓને ચાલવું મુશ્કેલ : સ્લીપ થવાનો અને અકસ્માત થવાનો તોળાતો ભય : અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્રની ઢીલી નીતિનો ભોગ બનતા લત્તાવાસીઓ

- Advertisement -

જામનગર શહેરમાં હાલમાં લગભગ કોઇ માર્ગ એવો નહીં હોય કે જ્યાં નાના મોટાં ખાડા કે ગાબડા પડી ગયેલા જોવા ન મળે. અત્યંત નબળાં કામોને કારણે વરસાદના છાંટા પડતાની સાથે જ અનેક માર્ગો ધોવાઈ ગયા છે. માર્ગોમાં પડેલા ખાડાઓને કારણે તેમાં પાણી ભરાઈ ગયા છે. જેને પરિણામે રોગચાળાનો ભય પણ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરના આદર્શ સ્મશાન પાછળથી સ્વામિનારાયણનગર તરફનો અંદાજિત એક કિલોમીટરનો માર્ગ ખાડાઓમાં ખોવાઈ ગયો છે. જેમાં પાણી ભરાઇ જતાં અકસ્માત અને રોગચાળાનો ભય લોકોમાં છવાયો છે.

- Advertisement -

જામનગર શહેરમાં અનેક માર્ગો ઉપર નાના મોટા ખાડા કે ગાબડા પડી ગયા છે. માર્ગો પર નાના મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અકસ્માતો પણ સર્જાતા જોવા મળી રહ્યા છે.

રસ્તાના કામોમાં નબળી ગુણવતાને પરિણામે વરસાદના છાંટા પડવાની સાથે રસ્તાઓ ધોવાઈ ગયા છે. જામનગરમાં રસ્તાના કામો લાખના ખર્ચે મંજૂર થયા છે પરંતુ સતાવાર રીતે ચોમાસું પૂર્ણ થયા બાદ રસ્તાના કામો હાથ ધરવામાં આવશે પરંતુ હાલમાં નબળી ગુણવતાના કામોને પરિણામે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જામનગર શહેરમાં અનેક માર્ગો ખાડામાર્ગો બની ગયા છે જેનો પૂરાવો અહીં પ્રસ્તુત તસ્વીરમાં જોઈ શકાય છે.

- Advertisement -

જામનગર શહેરના સ્મશાન ગૃહ પાછળથી સ્વામિનારાયણનગર તરફ જતો માર્ગ ખાડાઓના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયો છે. સમગ્ર માર્ગમાં મોટાં-મોટાં ખાડાઓ પડી ગયા છે તેવામાં ગત સપ્તાહે પડેલ વરસાદમાં અહીં ખાડાઓમાં પાણી ભરાઇ ગયા હતાં. આ વિસ્તારમાં રહેતા લોકોને અવર-જવર માટેનો આ માર્ગ બદતર હાલતમાં હોય લોકોને આ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ થઈ ગયું છે તેમજ અકસ્માતો અને લોકોને સ્લીપ થવાનો ભય સતાવી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાનું તંત્ર લોકોને પડતી આ મુશ્કેલી ઉપર ધ્યાન આપે અને માર્ગ પરના ખાડાઓ બુરી આ માર્ગ વ્યવસ્થિત થાય તેમ આ વિસ્તારના લોકો માંગણી કરી રહ્યા છે. શહેરમાં અનેક સ્થળોએ નાના મોટા વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. પરંતુ, તંત્રને, ચૂંટાતા પ્રતિનિધિઓ, કોર્પોરેટરોને આ વિસ્તારના રહેવાસીઓની સમસ્યા દેખાતી નથી ? કે પછી જાણીજોઇને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ખાડાઓમાં પાણી ભરાતા મચ્છરોની ઉત્પતિનું કેન્દ્ર પણ બને છે. જેથી અકસ્માતની સાથે સાથે રોગચાળાનો ભય પણ ઉભો થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular