Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદિકરી વ્હાલનો દરિયો

દિકરી વ્હાલનો દરિયો

પતિના ત્રાસમાંથી પુત્રીને મુકત કરાવવા પિતાએ ભર્યું આશ્ચર્યજનક પગલું

- Advertisement -

એક સમય હતો કે જ્યારે પરણેલી દિકરી તેના સાસરિયાના ત્રાસથી કાયમ માટે પોતાના પિયરે પાછી આવે તો દિકરીના માતા-પિતાના પગ નીચેથી જમીન સરકી જતી પરંતુ હવે સમય બદલાયો છે. લોકોનો દ્રષ્ટિકોણ માતા-પિતા સમાજનો ડર રાખ્યા વગર દિકરીની પડખે ઉભા રહે છે અને પોતાની દિકરીને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવાની પહેલ કરે છે. ત્યારે એવોજ એક કિસ્સો ઝારખંડના રાંચીમાંથી જોવા મળ્યો છે.

- Advertisement -

રાંચીના કૈલાશનગર કુમ્હારટોલીના રહેવાસી પ્રેમ ગુપ્તાએ પોતાની દિકરી સાક્ષીને 28 એપ્રિલ 2022 માં ખૂબ ધામધૂમ થી પરણાવી, ઝારખંડ વિદ્યા વિતરણ નિગમમાં સહાયક એન્જીનિયર તરીકે કામ કરતા સર્વેશ્ર્વરી નગરના રહેવાસી સચિનકુમાર સાથે પોતાની દિકરીના લગ્ન કરાવ્યા તેમનો આરોપ છે કે, થોડા સમય પછી તેના સાસરિયાઓ એ તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. અવાર-નવાર તેનો પતિ તેને ઘરમાંથી કાઢી મુકતો અને લગ્નના એક વર્ષ પછી સાક્ષીને ખબર પડી કે તેનો પતિ બે વાર લગ્ન કરી ચૂકયો છે. ત્યારે તેના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ હતી.
સાક્ષી કહે છે કે, બધુ જાણ્યા બાદ પણ મેં સંબંધને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેના પતિ તરફથી ખૂબ ત્રાસ મળતા છેવટે કંટાળીને સાક્ષીએ પેરેન્ટ્સને વાત કરી અને તેનો પરિવાર પણ દિકરી સાથે સહમત થયો અને સાક્ષીને તેના પતિના ત્રાસમાંથી મુકત કરવા પહેલ કરી આ વાતને છૂપાવવાને બદલે તેના પપ્પાએ દિકરીને વાજતે-ગાજતે અને ગૌરવભેર પાછી લાવવાનું નકકી કર્યું.

સાસરેથી ઘર સુધી બેંડબાજાા સાથે રેલી કાઢીને દિકરીને ઘરે લાવ્યા આ ઘટનાની ચર્ચા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો પણ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યોે. પિતા પ્રેમ ગુપ્તાનું કહેવું છે કે, દિકરીઓ પરિવારની સૌથી અનમોલ ભેટ છે. જે નસીબદાર હોય તેમને ત્યાં દિકરીનો જન્મ થાય છે. ત્યારે તેના સાસરિયાઓના ત્રાસમાંથી તેને સુરક્ષિત માન-સન્માન સાથે ઘરે પાછી લાવીને તેને તેનું સ્થાન આપવું જોઇએ. સાક્ષીએ છુટાછેડા માટે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે અને કાયદાકીય પ્રક્રિયાથી સાક્ષીને છૂટાછેડાની મંજૂરી મળી જશે તેવી તેમણે આશા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular