જામનગરની જિલ્લા જેલમાં રહેલા પુત્રને જલ્દીથી જામીન મુકત કરાવવા તેના પિતાએ સગીર તરીકે સાબીત કરવા બોગસ દસ્તાવેજો અદાલતમાં રજૂ કર્યાના બનાવમાં પોલીસે પિતા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, મુળ ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના નંદાખેડા ગામના વતની રજ્જન ઉમરઅલી ખાન નામના શખ્સનો પુત્ર સાજીદ જામનગરની જેલમાં હતો. પુત્રને જેલમાંથી જલ્દી જામીનમુકત કરાવવા માટે રજને પુત્ર સાજીદને કાયદાકીય સગીર સાબિત કરવા માટે ખોટા દસ્તાવેજો બનાવી અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હતાં. આ દસ્તાવેજોની ચકાસણીમાં બોગસ હોવાનું ખુલતા પીએસઆઈ એ.વી. વણકર તથા સ્ટાફે રજ્જન ઉમર અલી ખાન વિરૂધ્ધ બોગસ દસ્તાવેજો અદાલતમાં રજૂ કર્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.