વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતમાં ઉમેદવારને તેની પત્ની અને પરિવારના સભ્યોનો પણ મત ન મળતા ઉમેદવારની સ્થિતિ કફોળી બની હતી. અહીં ઉમેદવારને ગામ તો ઠીક પરંતુ, તેના ઘરના કોઇએ પણ મત આપ્યો ન હતો અને ઉમેદવારને માત્ર પોતાનો જ એક મત મળતા જોવા જેવી હાલત બની હતી.

આજે રાજ્યભરમાં ગ્રામપંચાયતની મત ગણતરી ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતમાં વોર્ડ નં.5 ના સભ્યોના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરેલ સંતોષ હરપતિને ગ્રામજનો તો ઠીક પરંતુ ઘરવાળાઓએ પણ મત આપ્યા ના હતાં. આ ઉમેદવારને માત્ર પોતાનો જ એક મત મળ્યો હતો. ઉમેદવારને માત્ર એક જ મત મળતા કફોડી સ્થિતિ બની હતી. આ ઉમેદવારને તેની પત્ની એ પણ મત આપ્યો ન હતો.