કોરોનાની મહામારી વચ્ચે મુંબઈની એક હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. અહીંની હોસ્પિટલના ICU વિભાગમાં એક વિચિત્ર ઘટના બની છે. અહીં દાખલ એક દર્દીની આંખ ઉંદર કાતરી ગયો છે. અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં ICUમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા એક દર્દીની આંખ ઉંદરે કાતરી નાખી હતી. કુર્લાના કમાની વિસ્તારમાં રહેતા 24 વર્ષના શ્રીનિવાસ યલ્લપાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ઉંદરોએ તેમની આંખ કાતરી નાખી હતી. અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. આ દર્દીના સબંધીઓએ જોયું કે તેની અનાખ માંથી અચાનક લોહી નીકળી રહ્યું હતું. અને ડોકટરોને જાણ કરવામાં આવતા તપાસમાં ઉંદરોએ આંખ કાતરી નાખી હોવાનું સામે આવ્યું હતું. અને બાદમાં પરિવારજનોએ હોબાળો કર્યો હતો.
આ ઘટના અંગે મેયર કિશોરી પેડણેકરે કહ્યું હતું કે હોસ્પિટલના ICU વિભાગ નીચલા માળે હોવા છતાં હોસ્પિટલ ચારે બાજુથી બંધ છે. પરંતુ વરસાદના કારણે દરવાજાના વચ્ચેના ભાગમાંથી ઉંદર આવી ગયો હશે તેમ જણાવ્યું હતું. અને ફરી વખત આવી ઘટના ન થાય તેમ પણ તેઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.