સલાયામાં સનસીટી રેસિડેન્સી નામથી નવી સોસાયટી બની હતી. આ સોસાયટીના રહીશો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રોડ, રસ્તા, પાણી, ભૂગર્ભ ગટરના કામો જનભાગીદારીથી કરવા આ યોજનાનો અમલ કરવા સલાયા નગરપાલિકાના વોર્ડ નં. 1ના સદસ્ય ભરત લાલ દ્વારા માગણી કરવામાં આવી છે. આ કામ અંગેનો ઠરાવ કારોબારીમાં કરી જનતાની સુવિધા કરવા માગણી કરતાં ચીફ ઓફિસર દ્વારા લેખિતમાં જણાવવામાં આવ્યું છે કે, સલાયા નગરપાલિકામાં કારોબારી સમિતિની રચના જ થયેલ નથી. સલાયામાં કોંગ્રેસનું શાસન છે. ભાજપના માત્ર ચાર સભ્યો છે. જેના જનહિતના કામોનો આવી રીતે ઉલાળીયો કરવામાં આવે છે.