Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયદાઉદનો અંત ?

દાઉદનો અંત ?

ઝેર અપાયું હોવાનો સોશિયલ મિડીયામાં દાવો: કરાંચીની હોસ્પિટલમાં કરાયો દાખલ : કેટલીક જગ્યાએ મોતનો પણ દાવો : મુંબઇ પોલીસ દ્વારા ચોકકસ માહિતી મેળવવા પ્રયાસ

- Advertisement -

મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને ડી-કંપની ચીફ દાઉદ ઈબ્રાહિમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પાકિસ્તામાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયાના રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસ અધિકારીઓ દાઉદના નજીકના સંબંધીઓ (ભત્રીજા અલીશા પારકર અને સાજિદ વાગલે) પાસેથી પણ આ વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

- Advertisement -

જિયો ટીવી ન્યૂઝે પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓને ટાંકીને કહ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ વિશે અફવાઓ ફેલાઈ રહી છે, જેને ગંભીર તબીબી સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. અપ્રમાણિત અહેવાલોમાં, કારણ ઝેર હોવાનું કહેવાય છે. 65 વર્ષીય ભાગેડુ ઘણાં વર્ષોથી કરાચીમાં રહે છે.

પાકિસ્તાની મીડિયા અનુસાર હોસ્પિટલમાં દાખલ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. કારણ કે પાકિસ્તાની અને ભારતીય અધિકારીઓએ આ અંગે સત્તાવાર પુષ્ટિ કરી નથી. એવી અટકળો છે કે દાઉદની અચાનક ખરાબ તબિયત પાછળ ઝેરનું કારણ હોઈ શકે છે. આ પહેલાં પણ દાવો કરવામાં આવ્યો હતો કે દાઉદ ઘણી ગંભીર બીમારીઓથી પીડિત હતો. તાજેતરમાં એવી ચર્ચા હતી કે ગેંગરીનને કારણે કરાચીની એક હોસ્પિટલમાં તેના બે અંગૂઠા કાપી નાખવામાં આવ્યા હતા.

- Advertisement -

1993ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના ગુનેગાર અને વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનના કરાચીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયાના રિપોટ્સમાં કહેવામાં આવ્યું છે કે દાઉદને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જો કે હજુ સુધી આ સમાચારની કોઈએ પુષ્ટિ કરી નથી. હાલ દાઉદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દાઉદને કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે તેમજ એવુ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં દાઉદને દાખલ કરાયો છે તે ફ્લોર પર ફક્ત હોસ્પિટલના વરિષ્ઠ અધિકારીઓ અને પરિવારના સભ્યોને જ અહીં આવવાની મંજૂરી આપવામાં આવી છે. કેટલાક સોશિયલ મીડિયા અહેવાલોમાં દાઉદના મોતના સમાચાર પણ વહેતા થયા છે. ડી-કંપની ચીફ દાઉદ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ છે. આ હુમલામાં 250થી વધુ લોકો માર્યા ગયા હતા. આ ઘટનામાં હજારો લોકો ઘાયલ પણ થયા હતા. આ ઘટના બાદ ભારતે દાઉદને મોસ્ટ વોન્ટેડ આતંકવાંદી જાહેર કરવામાં આવ્યો હતો. દાઉદ ભારતમાંથી ભાગેડુ છે અને તે ઘણા વર્ષોથી પાકિસ્તાનમાં છુપાયેલો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular