આગામી માર્ચ એન્ડીંગને ધ્યાનમાં રાખીને વિજ કંપની દ્વારા 31 માર્ચ સુધી સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી વિજ બીલ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરની યાદી અનુસાર 2021-22ના નાણાકીય વર્ષને ધ્યાનમાં રાખી 31 માર્ચ સુધી જામનગર વર્તુળ કચેરી હેઠળના જામનગર તથા દ્વારકા જિલ્લાના તમામ સબ ડિવિઝનમાં રાત્રે 9 વાગ્યા સુધી વિજ બીલ ભરપાઇ કરી શકાશે. 31 માર્ચ સુધી રજાના દિવસોમાં પણ વિજ કચેરીના કાઉન્ટર ચાલુ રહેશે. જે વિજ ગ્રાહકોના વિજ બીલની રકમ ભરપાઇ કરવાની બાકી છે. તે તમામને સમયસર બીલનું ચૂકવણુ કરી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેસ કાઉન્ટર ઉપરાંત ગ્રાહકો ડેબીટ-ક્રેડિટ કાર્ડ, કંપનીની વેબસાઇટ WWW.PGVCL.COM, વોલેટ, યુપીઆઇ, બેંકોની વેબસાઇટ, એટીમેઅ મશીન(HDFC, ICICI, BOB) RTGS/NEFT મારફત પણ વિજ બીલના નાણાની ભરપાઇ કરી શકશે.