અહીની ઢેલા નદીના તેજ પ્રવાહમાં સવારે એક કાર તણાઈ ગઈ હતી. આ કારમાં દસ વ્યક્તિઓ સવાર હતી, જેમાં 9ના મોત નિપજયા છે, જયારે એકનો બચાવ થયો છે. એક ઈનોવા કારમાં સવાર 10 પર્યટકો જે ઢેલા રામનગર સ્થિત રિસોર્ટમાં પ્રવાસ કરીને પાછા ફરી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે 5.45 વાગ્યે પર્યટકો ઢેલા નદીના રસ્તે પહોંચ્યા જ હતા કે નદીમાંથી આવેલા તેજ પ્રવાહમાં તેમની કાર તણાઈ ગઈ હતી. કારમાં સવાર ચાર પર્યટકોના શબ પોલીસ દ્વારા કબજે કરાયા છે.
એક યુવતી નાઝીયા (ઉ.22)ને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલે દાખલ કરાઈ છે. પોલીસ અધિકારી અરૂણકુમાર સૈનીએ જણાવ્યું હતું કે કારમાં હજુ પાંચ લોકોના શબ છે, જેને બહાર કાઢવાના પ્રયાસ ચાલી રહ્યા છે. કારને નદીમાંથી કાઢવા માટે ક્રેનને ઘટના સ્થળે બોલાવાઈ છે. મૃતકોમાં ત્રણ યુવક અને 6 મહિલાઓ સામેલ છે. જાણકારી મુજબ પર્યટક પંજાબના પટિયાલના રહેવાસી છે.