ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા નજીક આવેલા પારસ ફયુલ પેટ્રોલ પંપે નંબર વગરની કાળા કલરની જીપ કમ્પાસના ચાલકે કારમાં પાંચ હજાર રૂપિયાનું ડીઝલ ભરાવી રૂપિયા દીધા વગર ભાગી ગયાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના સણોસરા ગામના પાટીયા નજીક આવેલા પારસ ફયુલ પેટ્રોલપંપે બુધવારે સાંજના સમયે ઈન્દ્રજીતસિંહ હરદેવસિંહ જાડેજા નામનો યુવાન તેની ફરજ પર હતો ત્યારે નંબર વગરની કાળા કલરની જીપ કમ્પાસ કારના ચાલકે આવીને તેની કારમાં ટાકી ફૂલ કરવાનું કહ્યું હતું જેથી યુવાને કારમાં રૂા.5000 નું ડીઝલ ભરી ટાંકી ફુલ કરી આપી હતી. ત્યારબાદ કારના ચાલકે પૈસા આપવાના બદલે કાર લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગેની જાણ કરતા હેકો આર.એમ. ઝાલા તથા સ્ટાફે નંબર વગરની જીપ કમ્પાસ કારના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.