જામનગર જિલ્લાના મેઘપર નજીકના માર્ગ પર અડચણરૂપ પાર્ક કરેલા રાજસ્થાનના ટેઇલર પાછળ ઈકો કાર ઘુસી જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રહેતો વિશ્ર્વરાજસિંહ નિર્મળસિંહ મહિડા (ઉ.વ.21) નામનો યુવક તેની જીજે-10-ડીજે-9325 નંબરની ઈકો કારમાં જતો હતો તે દરમિયાન માર્ગ પર મેઘપર નજીક રોડ પર આરજે-19-જીએફ-4914 નંબરના રાજસ્થાનના ટેઇલરચાલકે તેનું ટેઇલર રસ્તામાં અડચણરૂપ પાર્ક કરેલું હતું. ઈકો કારના ચાલકની કાર ટેઇલર પાછળ ઘુસી જતાં અકસ્માતમાં કારચાલક યુવકને માથામાં તથા મોઢા ઉપર અને પગમાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયા હતાં. અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.