જામનગર તાલુકાના ફલ્લા ગામે હાઇવે પર ગઇકાલે ટ્રક અને ટ્રેલર ટ્રક વચ્ચે અકસ્માત થતાં ટ્રેલર ટ્રકનાં ડ્રાઇવરનું દબાઇ જતાનં ઘટના સ્થળે કમકમાટીભર્યું મૃત્યુ નિપજયું હતું.
અકસ્માત નજરે નિહાળનારાના જણાવ્યા મુજબ ફલ્લા-જામનગર તરફ જતાં ટાંકો ટેન્કર નં. જી.જે.-19યુ-રર35 નંબરના ચાલક ગાયને બચાવવા જતાન પાછળથી આવતા ટ્રેલર ટ્રક ન:. એમ.એચ. 01 કે એકફ 0823ના ચાલકે પાછળથી અથડાવી દેતા ટ્રેલરનો આગળનો ભાગ દબાઇ જતાં ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયું હતું. પરપ્રાંત જેવા આશરે ચાલીસ વર્ષની ઉંમરનો લાગતા ચાલકને વાહન ચાલકોએ મહામુસીબતે બહાર કાઢયો હતો. અકસ્માતનાં પગલે ટ્રાફિક જામ થઇ ગયો હતો. માલ ભરેલા ટ્રેલર ટ્રકનો આગળનો ભાગ ભુકકો બોલી ગયો હતો અને પલ્ટી ખાઇ ગયો હતો.