Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરડબલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

ડબલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરી નાસતો-ફરતો આરોપી ઝડપાયો

- Advertisement -

જામનગર પેરોલફર્લો સ્કવોડએ 2012માં સર્મપણ સર્કલ ખાતે થયેલ ડબલ મર્ડરના કેસમાં રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી નાસતા-ફરતા આરોપી ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખને ઝડપી આગળની કાર્યવાહી માટે રાજકોટ મધ્યસ્થ જેલને સોંપી આપેલ છે.

આ અંગેની વિગત મુજબ, જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનના કેસમાં આરોપી રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેદી ચંદ્રેશ ઉર્ફે ચંદુ મનસુખલાલ ગોહિલ હાલમાં રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરી જામનગર શહેરમાં રોજી પેટ્રોલપંપ પાસે હોવાની બાતમીને આધારે જામનગર પેરોલફર્લો સ્કવોડ આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહી પેરોલફર્લો સ્કવોડના પો.સ.ઇ.એ.એસ.ગરચર તથા પો.હેકો. લખધીરસિંહ એમ.જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, નિર્મળસિંહ જાડેજા, સલીમભાઇ નોયડા, કાસમભાઇ બ્લોચ, ભરતભાઇ ડાંગર, રાજેશભાઇ સુવા, મહિપાલભાઇ સાદિયા તથા પો.કો. ધર્મેન્દ્રભાઇ વૈષ્ણવ તથા હેકો. મેહુલભાઇ ગઢવી, અરવિંદગીરી ગોસાઇ દ્વારા કરવામાં આવેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular