આગ્રાની હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. કૃષ્ણના બાળ સ્વરૂપની મૂર્તિ તૂટી જતા પુજારી તેને હોસ્પિટલ લઇને પહોચ્યા હતા અને પુજારીની જિદ્દ બાદ લડ્ડુ ગોપાલની મૂર્તિને ડોક્ટરોએ પાટાપિંડી કરી આપી હતી.
આગ્રાની જીલ્લા હોસ્પિટલમાં ગઈકાલે સવારે લેખ સિહ નામનાએક પૂજારી ભગવાન શ્રીકૃષ્ણની એક તૂટેલી મૂર્તિ લઈને આવ્યા અને ખભા પર પાટ્ટો બાંધવા જણાવ્યું. તેમની આ વાતથી સૌ કોઈ ચોંકી ઉઠ્યા. પરંતુ પુજારીએ આનાકાની કરતાં હોસ્પિટલ સ્ટાફે ભગવાન શ્રી કૃષ્ણના નામે રજીસ્ટ્રેશન કરી તૂટેલી મૂર્તિના ખભા પર પાટો લગાવી દીધો. જેનો વિડીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
પુજારીએ જણાવ્યું હતું કે જ્યારે સવારે હું મૂર્તિને સ્નાન કરાવી રહ્યો હતો, ત્યારે મૂર્તિ મારા હાથમાં લપસી ગઈ અને નીચે પડી ગઈ, જેમાં ખભો તૂટી ગયો હતો. મને આ વાતનું બહું ખોટું લાગ્યુ છે. કારણ કે, હું મારા ભગવાન સાથે અત્યંત ગાઢ રીતે જોડાયેલ છું. એટલા માટે હું જિલ્લા હોસ્પિટલમાં મૂર્તિ લઈને પહોંચ્યો છું. મારી આ વાતને હોસ્પિટલ સ્ટાફે જરાયે ગંભીરતાથી લીધી નહી. હું અંદરથી ભાંગી ચુક્યો છું. એટલા માટે હું મારા ભગવાન માટે રડી રહ્યો છું.